For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fodder Scam: લાલુ પ્રસાદ યાદવની બિરસા મુંડા જેલમાં રાત

શનિવારના રોજ બિહારની રાજનીતિમાં એક મોટો વળાંક આવ્યો હતો. ઘાસચારા કૌભાંડામાં બિરાહના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને કોર્ટે દોષિ જાહેર કરતા તેમને રાંચીની બિરસા મુંડા જેલમાં રાખવામાં આવ્યા હતા.

By Kajal
|
Google Oneindia Gujarati News

શનિવારના રોજ બિહારની રાજનીતિમાં એક મોટો વળાંક આવ્યો હતો. ઘાસ ચારા કૌભાંડામાં બિરાહના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને કોર્ટે દોષિ જાહેર કરતા તેમને રાંચીની બિરસા મુંડા જેલમાં રાખવામાં આવ્યા હતા. અત્યાર સુધી મોટી ઈમારતોમાં રહેવા ટેવાયેલા લાલુ યાદવને શનિવારની રાત જેલમાં રહેવાનો વારો આવ્યો હતો. મળતી માહિતી અનુસાર લાલુ પ્રસાદ યાદવ આખી રાત બેચન રહ્યા હતા અને સરખી ઊંઘ પણ કરી ન હતી. સવારે તેમને બિસ્કીટ અને ચા આપવામાં આવી હતી. જ્યારે જમવામાં તેમને જેલમાં ઉગતા શાકભાજી અને રોટલી આપવામાં આવશે.

Lalu Yadav

ઉલ્લેખનીય છે કે જેલના જે રૂમમાં લાલુ યાદવ રહે છે તે વીઆઈપી રૂમ છે. જે બીજા રૂમો કરતા ગણો અલગ છે. તેમાં એટેજ બાથરૂમ, બેડ સીટ અને મચ્છરદાનીની સુવિધા આપવામાં આવી છે. તેમને જેલમાં 3351 કેદી નંબર આપવામાં આવ્યો છે. તેમની ઉંમરને જોતા વકીલ દ્વારા જેલમાં આ સુવિધાઓની રજુઆત કરવામાં આવી હતી. આથી તેમને આ સુવિધાઓ આપવામાં આવી છે. આજે રવિવાર હોવાથી તેમને કોઈની સાથે મળવા દેવામાં નહી આવે. વિશેષ સીબીઆઈ કોર્ટ દ્વારા બિહારના પૂર્વ સી.એમ અને રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)ના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડમાં દોષી જાહેર કરતા તેમણે જણાવ્યુ હતું કે, આ ધર્મયુદ્ધ માં તે એકલા નથી, પરંતુ સમગ્ર બિહાર તેમની સાથે છે.'

English summary
After fodder scam verdict, Lalu Prasad Yadav spends sleepless night in jail,One wont be at fault to think that a political heavyweight like Lalu Prasad Yadav would be given special treatment in jail as it appears customary in many cases in our country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X