For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જનરલ મનોજ મુકુંદ બન્યા દેશના 28માં સેના પ્રમુખ, જનરલ રાવત થયા રિટાયર

જનરલ મનોજ મુકુંદ નરવાણે દેશના નવા સેના પ્રમુખ બન્યા છે. મંગળવારે સાઉથ બ્લોકમાં તેમણે પૂર્વ સેના પ્રમુખ જનરલ બિપિન રાવત પાસેથી દેશના 28માં સેના પ્રમુખની જવાબદારી સંભાળી.

|
Google Oneindia Gujarati News

જનરલ મનોજ મુકુંદ નરવાણે દેશના નવા સેના પ્રમુખ બન્યા છે. મંગળવારે સાઉથ બ્લોકમાં તેમણે પૂર્વ સેના પ્રમુખ જનરલ બિપિન રાવત પાસેથી દેશના 28માં સેના પ્રમુખની જવાબદારી સંભાળી. જનરલ નરવાણે, સેના પ્રમુખ બનતા પહેલા ઉપ સેના પ્રમુખ તરીકે પોતાની જવાબદારીઓ આપી રહ્યા હતા. જનરલ નરવાણેને ચીન સાથે જોડાયેલી બાબતોના વિશેષજ્ઞ માનવામાં આવે છે.

ઈસ્ટર્ન આર્મી કમાન્ડ રહ્યા છે પ્રમુખ

ઈસ્ટર્ન આર્મી કમાન્ડ રહ્યા છે પ્રમુખ

59 વર્ષીય નરવાણેને ચીની બાબતોના વિશેષજ્ઞ માનવામાં આવે છે. આ ઉપરાંત તેમની પાસે જમ્મુ કાશ્મીર અને નોર્થ ઈસ્ટમાં કાઉન્ટર ઈનસર્જન્સી ઑપરેશન્સને લીડ કરવાનો પણ સારો એવો અનુભવ છે. વર્તમાનમા તે ઉપસેના પ્રમુખ છે અને આ પહેલા તે કોલકત્તા સ્થિત ઈસ્ટર્ન આર્મીકમાન્ડના પ્રમુખ રહી ચૂક્યા છે. આ કમાન્ડ પર જ પૂર્વ ક્ષેત્ર સાથે લાગેલી ભારત-ચીનની સીમાની સુરક્ષાની જવાબદારી છે. કાશ્મીર અને નોર્થ ઈસ્ટમાં સુરક્ષાના પડકારો પર ખરા ઉતરનાર નરવાણેનો ચીનને જવાબ આપવાનો અનુભવ રાષ્ટ્રીય સુરક્ષા નીતિ તૈયાર કરવામાં ઘણી મદદ કરી શકે છે.

નવા જનરલને આપી શુભેચ્છાઓ

નવા જનરલને આપી શુભેચ્છાઓ

વળી, જનરલ રાવત પોતાના કાર્યભારથી મુક્ત થતા પહેલા વૉર મેમોરિયલ ગયા અને અહીં તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ આપી. જનરલ રાવતે સાઉથ બ્લોકમાં ગાર્ડ ઑફ ઑનર પણ આપ્યુ. મીડિયા સાથે વાત કરીને જનરલ રાવતે કહ્યુ, ‘હું પોતાના સૈનિકો, બધા રેંક્સ અને ઈન્ડિયન આર્મી સાથે જોડાયેલા એ તમામ લોકોનો આભાર માનુ છુ જે પડકારરૂપ વાતાવરણમાં પણ દ્રઢતા સાથે ઉભા રહ્યા.' જનરલ રાવતે નવા સેના પ્રમુખની જવાબદારી સંભાળવા માટે લેફ્ટનન્ટ જનરલ નરવાણેને પોતાની શુભકામનાઓ પણ આપી. તેમણે કહ્યુ, ‘હું જનરલ મનોજ નરવાણેને તેમની સફળ ઈનિંગ માટે શુભકામના આપુ છુ જે આજે દેશના 28માં સેના પ્રમુખની જવાબદારી સંભાળશે.'

આ પણ વાંચોઃ CAAના વિરોધમાં કેરળ વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ, CM વિજયન બોલ્યા નહિ બને ડિટેન્શન સેન્ટરઆ પણ વાંચોઃ CAAના વિરોધમાં કેરળ વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ, CM વિજયન બોલ્યા નહિ બને ડિટેન્શન સેન્ટર

નવા રોલ માટે રેડી જનરલ રાવત

નવા રોલ માટે રેડી જનરલ રાવત

જનરલ રાવત એક જાન્યુઆરીએ દેશના પહેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસની જવાબદારી સંભાળશે. સોમવારે કેન્દ્ર સરકારે તેમના નામ પર અધિકૃત મહોર લગાવી દીધી. જનરલ રાવતને પૂછવામાં આવ્યુ કે શું સેના પાકિસ્તાન અને ચીન તરફથી મળતા પડકારો સામે લડવા સક્ષમ છે? તેમણે આના જવાબમાં કહ્યુ, ‘બિલકુલ, સેના તૈયાર છે.' જનરલ રાવત સામે સીડીએસ તરીકે એક જાન્યુઆરીથી નવી જવાબદારી હશે. આ વિશે જ્યારે તેમના સવાલ કરવામાં આવ્યો તો તેમનુ કહેવુ હતુ, અત્યાર સુધી હું ચીફ આર્મી સ્ટાફ તરીકે પોતાની જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યો હતો. હવે મારુ એક નવુ પદ હશે. હું બેસીશ અને ભવિષ્ય માટે રણનીતિઓ તૈયાર કરીશ. કેન્દ્રીય કેબિનેટ તરફથી 24 ડિસેમ્બરે થયેલી એક મીટિંગમાં દેશના પહેલા ચીફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ)ની નિયુક્તિને મંજૂરી આપી હતી. સીડીએસ એક કોર સ્ટાર જનરલ હશે જે સંરક્ષણ મંત્રાલયમાં મિલિટ્રી બાબતો સાથે જોડાયેલા એક વિભાગના પ્રમુખ હશે.

English summary
After General Bipin Rawat General Manoj Mukund Naravane takes over as the 28th Chief of Army Staff.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X