કેરળ વિમાન દૂર્ઘટનાથી મેંગલોર પ્લેન ક્રેશની યાદો થઈ તાજી, એક દશક પહેલા 160 લોકોના ગયા હતા જીવ
કેરળના કોઝિકોડમાં શુક્રવારે કરીપુર એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસનુ એક વિમાન દૂર્ઘટનાનુ શિકાર બની ગયુ. આ દૂર્ઘટનામાં અત્યાર સુધી બે પાયલટ સહિત 18 લોકોના મોત થઈ ગયા છે. આ વિમાન લેંડિંગ દરમિયાન લપસી ગયુ અને પછી ઘાટીમાં પડી ગયુ. જેના ઘણા ફોટા પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. દૂબઈથી આવી રહેલ આ વિમાનમાં ચાલક દળના સભ્યો સહિત કુલ 190 લોકો સવાર હતા જેમાં 10 બાળકો અને ચાલક દળના સભ્યો પણ શામેલ હતા. આનાથી લગભગ એક દશક પહેલા કર્ણાટકના મેંગલોરમાં પણ આવી જ એક દૂર્ઘટના થઈ હતી.

મેંગલોર દૂર્ઘટનામાં થયા હતા 160 લોકોના મોત
કેરળમાં આ વિમાન દૂર્ઘટનાએ એક વાર ફરીથી મેંગલોર વિમાન દૂર્ઘટનાની યાદો તાજી કરાવી દીધી છે. આ દૂર્ઘટના વર્ષ 2010માં થઈ હતી. મે,2010માં દૂબઈથી આવી રહેલ એર ઈન્ડિયા એક્સપ્રેસનુ વિમાન મંગલોર એરપોર્ટ પર લેંડિંગ દરમિયાન પહાડ સાથે ટકરાઈ ગયુ હતુ. જેના કારણે વિમાનમાં સવાર 160 લોકોના મોત થયા હતા. આ વિમાનમાં ક્રૂ મેમ્બર સહિતકુલ 168 લોકો સવાર હતા જેમાંથી માત્ર 8 લોકોના જીવ બચી શક્યા હતા. આશ્વર્યની વાત એ છે કે જે રનવે પર આ દૂર્ઘટના બની તેના માત્ર દસ દિવસ પહેલા જ તે વિમાનો માટે ખોલવામાં આવ્યુ હતુ.

ખૂબ જ દર્દનાક હતી મંગલોર વિમાન દૂર્ઘટના
મેંગલોરમાં જે વિમાન દૂર્ઘટના બની તે ખૂબ જ દર્દનાક હતી. આ દૂર્ઘટનાનો શિકાર બનેલ બોઈંગ 737-800 વિમાનને 2008માં જ એર ઈન્ડિયામાં શામેલ કરવામાં આવ્યુ હતુ અને બે વર્ષ બાદ જ આવી દૂર્ઘટના બની. આ વિમાનને સાઈબીરિયાના કેપ્ટન જ્લાટકો ગ્લુસિયા દ્વારા ઉડાવવામાં આવી રહ્યુ હતુ. ગ્લુસિયા પાસે દસ હજાર કલાકની ઉડાનનુ અનુભવ હતો. જ્યારે વિમાનની પહેલી ટક્કર થઈ હતી ત્યારબાદ તેમાં આગ લાગી ગઈ હતી જેના કારણે લોકો ગંભીર રીતે બળી ગયા હતા. સાથે જ વિમાન પણ બળીને ખાખ થઈ ગયુ હતુ.

બે ટૂકડામાં વહેંચાઈ ગયુ વિમાન
કેરળની કોઝિકોડમાં થયેલ વિમાન દૂર્ઘટનાની વાત કરીએ તો આ વિમાન બે ટૂકડામાં વહેંચાઈ ગયુ હતુ. દૂર્ઘટના ખૂબ જ ભયાનક હતી પરંતુ લોકો એ વાતનો આભાર માની રહ્યા છે કે આમાં આગ નહોતી લાગી. દૂર્ભાગ્યથી દૂર્ઘટનામાં ફ્લાઈટના કેપ્ટન દીપક વસંત સાઠે અને કો પાયલટ અખિલેશ કુમાર બંનેના મોત થઈ ગયા. દૂર્ઘટના માટે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યુ કે કોઝિકોડમાં થયેલ હવાઈ દૂર્ઘટનાથી ખૂબ જ પીડિત અને દુઃખી છુ. દૂબઈથી કોઝિકોડની એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ સંખ્યા AXB-1344, વરસાદની સ્થિતિમાં રનવે પર સ્કિડ કરી ગઈ. 2 ટૂકડામાં તૂટતા પહેલા એક ઢાળમાં 35 ફૂટ નીચે પહોંચી ગયુ.
હવે કેલિફોર્નિયામાં પણ ઉઠ્યો અવાજ, Justice for Sushant Singh Rajput