ભગવાન રામ બાદ હવે ગૌતમ બુદ્ધને નેપાળી ગણાવ્યા, જાણો ઓલીના દાવાનું સત્ય
નવી દિલ્હીઃ નેપાળના પીએમ કેપી શર્મા ઓળીએ ભગવાન રામને નેપાળી ગણાવ્યા બાદથી જ સોશિયલ મીડિયા પર ઢગલાબંધ મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન રવિવારે ભારતીય વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરે ભગવાન ગૌતમ બુદ્ધને ભારતીય ગણાવ્યા તો આ મુદ્દે પણ ઓલી ભડકી ઉઠ્યા. જણાવી દઈએ કે ભારત અને નેપાળ વચ્ચે સીમા વિવાદ બાદ હવે ભારતીય દેવી દેવતાઓ અને મહાપુરુષો પર દલીલો શરૂ થઈ ચૂકી છે. નેપાળ દ્વારા ભગવાન રામને નેપાળી ગણાવ્યા બાદ ભારતે તેનો ભારે વિરોધ કર્યો હતો પરંતુ હવે મામલો ઉલટો થઈ ગયો છે, અહીં ભારતે ભગવાન બુદ્ધને ભારતીય ગણાવ્યા જે બાદ નેપાળ ગુસ્સેથી લાલચોળ થઈ ગયું છે.

ગૌતમ બુદ્ધને ભારતીય કહેતા નેપાળ ભડક્યું
નેપાળે ભગવાન ગૌતમ બુદ્ધને ભારતીય ગણાવવા પર વાંધો ઉઠાવ્યો છે, ત્યાંની જનતાએ બુદ્ધને નેપાળી ગણાવ્યા છે. આ ઉપરાંત નેપાળના કેટલાય રાજનેતાઓએ પણ વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરના નિવેદન પર નારાજગી વ્યક્ત કરતા વિરોધ કર્યો છે. જો કે બાદમાં ભારતીય વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરાયેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે ભગવાન બુદ્ધનો જન્મ નેપાળના લુંબિનીમાં થયો હતો તેનો કોઈ શક નથી.

ડૉ એસ જયશંકરે આ નિવેદન આપ્યું હતું
જણાવી દઈએ કે ભારતીય ઉદ્યોગ પરિસંઘના ઈન્ડિયા @ 75 શિખર સંમેલનને સંબોધિત કરતા ભારતીય વિદેશમંત્રી ડૉ એસ જયશંકરે કહ્યું કે દુનિયા મહાત્મા ગાંધી અને ભગવાન બુદ્ધ જેવા બે મહાપુરુષોને ક્યારેય નહિ ભૂલી શકે. કાર્યક્રમમાં તેમણે સવાલ ઉઠાવ્યો કે અત્યાર સુધી સૌથી મહાન ભારતીય કોણ છે જેમને તમે યાદ રાખી શકો છો? હું કહીશ પહેલા ગૌતમ બુદ્ધ અને બીજા મહાત્મા ગાંધી. જયશંકરના આ નિવેદન પર નેપાળે ભારે વાંધો ઉઠાવ્યો.

નેપાળે સબૂત આપ્યાં
નેપાળના વિદેશ મંત્રાલયે પોતાના એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે આ ઐતિહાસિક અને પુરાતાત્વિક સાક્ષ્યોથી સિદ્ધ અને સુસ્થાપિત તથ્ય છે કે ગૌતમ બુદ્ધનો જન્મ નેપાળના લુંબિનીમાં થયો હતો. બુદ્ધનું જન્મસ્થળ લુંબિની, યૂનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળોમાં સામેલ છે. જો કે નેપાળે વાંધો ઉઠાવ્યા બાદ ભારતીય વિદેશ મંત્રાલયે પણ નિવેદન જાહેર કરી ગૌતમ ધર્મનું મૂળ સ્થાન નેપાળ હોવાની વાત સ્વીકારી છે.
|
ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા આપી
જણાવી દઈએ કે વર્ષ 2014માં નેપાળ યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળી સંસદને સંબોધિત કરતા કહ્યું હતું કે નેપાળ એ દેશ છે જ્યાં વિશ્વમાં શાંતિનો ઉદ્ઘોષ થયો હતો અને બુદ્ધનો જન્મ થયો. જ્યારે વિદેશ મંત્રાલયે પણ પોતાના નિવેદનમાં કહ્યું કે કાલે વિદેશ મંત્રી એસ જયશંકરની ટિપ્પણી આપણા સંયુક્ત બૌદ્ધ વિરાસતના સંદર્ભમાં હતી. ગૌતમ બુદ્ધનો જન્મ નેપાળના લુંબિનીમાં થયો હતો તેમાં કોઈ શક નથી.
અમદાવાદઃ પાંચ વર્ષ પહેલા છોકરીનો રેપ કરનાર ટ્યૂશન ટીચરની ધરપકડ