For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીનું સપનું સાકાર, 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક/નવી દિલ્હી, 12 ડિસેમ્બર: યોગને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આંતરરાષ્ટ્રીય પહેલ રંગ લાવી છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાના તેમના પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે. હવે દરેક વર્ષે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઊજવવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 જૂનના રોજ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' જાહેર કરવાના ભારતના સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સ્વીકાર થવા પર પ્રસન્નતા વ્યક્ત કરી છે. સાથે જ વડાપ્રધાને વૈશ્વિક નિકાસના તમામ 177 દેશોનો આભાર પણ વ્યક્ત કર્યો.

modi
ન્યૂયોર્કમાં પ્રસ્તાવને મંજૂરી મળવાની તુરંત બાદ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે 'હું ખૂબ જ રોમાંચિત છું. સંયુક્ત રાષ્ટ્રએ 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરી દીધો છે અને મારી પાસે ખુશી વ્યક્ત કરવા માટે શબ્દ નથી. હું આ નિર્ણયનું સ્વાગત કરું છું.'

તેમણે જણાવ્યું કે 'હું દુનિયાભરના તે તમામ 177 દેશોને ધન્યવાદ આપુ છું, જેમણે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવા માટે પ્રસ્તાવને સહ-પ્રાયોજિત કર્યા. વડાપ્રધાને જણાવ્યું કે દુનિયાભરમાં અનગણિત લોકોએ યોગને પોતાના જીવનનો અભિન્ન ભાગ બનાવી દીધો છે. તે તમામને શુભેચ્છા, આનાથી મોટી સંખ્યામાં લોકો યોગને લઇને પ્રેરિત થશે.'

modi
તેમણે જણાવ્યું, 'યોગમાં આખા માનવ સમાજને એક સાથે લાવવાની ક્ષમતા છે. આ જ્ઞાન, કર્મ અને ભક્તિનું ખૂબ જ સુંદર સંગમ છે.' મોદીએ પૂર્વમાં આપવામાં આવેલ પોતાના ભાષણની એક લિંક પણ પોતાના ટ્વિટર એકાઉંટ પર પોસ્ટ કરી છે. જેનાથી તેમને યોગ અને તેનાથી થનારા લાભ અંગે પોતાના વિચાર રાખ્યા હતા.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત અશોક મુખર્જીએ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' સંબંધી પ્રસ્તાવ રજૂ કર્યો અને 177 દેશ તેના સહ-પ્રાયોજક બને. આ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના કોઇ પ્રસ્તાવ માટે સૌથી મોટી સહ-પ્રાયોજક સંખ્યા છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે યોગ સ્વાસ્થ્ય માટે સમગ્ર પહેલ પ્રદાન કરે છે અને યોગના ફાયદાની જાણકારીઓ ફેલાવવી દુનિયાભરમાં લોકોના સ્વાસ્થ્યના હિતમાં રહેશે. આ પ્રસ્તાવ રજૂ કરતા મુખર્જીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મોદીએ આપેલા ભાષણને અદભૂદ ગણાવ્યું.

English summary
After Modi's appeal, United Nations to declare June 21 as International Yoga Day today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X