For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PNB: નીરવ મોદી સ્કેમ બાદ બેડ લોનાવાળા માટે 6900 રિકવરી સેલની રચના

દેશની બેંકોને હજારો કરોડનો ચૂનો લગાવીને ફરાર થઈ ગયેલા નીરવ મોદી બાદ હવે પંજાબ નેશનલ બેંકે તમામ બેડ લોન વસૂલવા માટે પોતાની કમર કસવી શરૂ કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

દેશની બેંકોને હજારો કરોડનો ચૂનો લગાવીને ફરાર થઈ ગયેલા નીરવ મોદી બાદ હવે પંજાબ નેશનલ બેંકે તમામ બેડ લોન વસૂલવા માટે પોતાની કમર કસવી શરૂ કરી દીધી છે. નીરવ મોદીને આપેલ લોન બાદ થયેલા નુકશાની ભરપાઈ કરવા માટે પીએનબીએ પોતાની તમામ શક્તિઓ કામે લગાડી છે અને તે પોતાના તમામ સ્ત્રોતનો ઉપયોગ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 1 જૂનના રોજ પીએનબીએ એક રિકવરી સેલની રચના કરી છે કે જે બેંકની બધી 6900 શાખાઓ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સેલમાં કુલ 25000 કર્મચારીઓ નિયુક્ત કરવામાં આવ્યા છે કે જે બેડ લોન રિકવરી માટે પોતાની તમામ તાકાત લગાવી દેશે.

દરેક શાખા પર ટીમની રચના

દરેક શાખા પર ટીમની રચના

વળી, બેંકે પોતાની મુખ્ય શાખામાં સ્ટ્રેસ્ડ અસેટ વર્ટિકલની પણ રચના કરી છે જેમાં ચાર જનરલ મેનેજરને કામ સોંપવામાં આવ્યુ છે કે તે નોન પર્ફોર્મિંગ અસેટની વહેલામાં વહેલી તકે વસૂલી કરે. સૂત્રોના જણાવ્યા મુજબ બેંકે પોતાના તમામ કર્મચારીઓને ટ્રેનિંગ આપી છે. જૂન 2018 સુધી આ તમામ કર્મચારીઓને લક્ષ્ય આપવામાં આવ્યુ છે કે તે એક નિશ્ચિત સીમા સુધી લોન રિકવર કરે. રિકવરી પ્રક્રિયાને મજબૂત કરવા માટે રિકવરી સેલની રચના બેંકની બધી 6900 શાખાઓ પર કરવામાં આવી છે. આમાં બેંકના જ કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. આ એ કર્મચારીઓ છે જે પહેલા બીજા કામમાં હતા પરંતુ હવે તેમને રિકવરી સેલનો હિસ્સો બનાવવામાં આવ્યા છે.

દરેકને આપવામાં આવ્યુ છે લક્ષ્ય

દરેકને આપવામાં આવ્યુ છે લક્ષ્ય

લગભગ 3000 બેંક કર્મચારીઓ કે જે અલગ અલગ કામોમાં જોડાયેલા હતા તેમને સ્ટ્રેસ્ટ અસેટ વર્ટિકલમાં શામેલ કરવામાં આવ્યા છે જેમનું મુખ્ય કામ છે રિકવરી પર વધુમાં વધુ ધ્યાન આપવું. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે લગભગ 10 દિવસનો સમય હજુ બચ્યો છે અને બેંકે અત્યાર સુધીમાં કુલ 7000 કરોડ રૂપિયા વસૂલી લીધા છે. જ્યારે બેંકનું કુલ લક્ષ્ય 8000 કરોડ રૂપિયા વસૂલવાનું છે. આ પહેલા 2017-18 માં બેંકે કુલ 5617 કરોડ રૂપિયાની વસૂલી કરી હતી.

દરેક સંભવ પ્રયાસ

દરેક સંભવ પ્રયાસ

માનવામાં આવી રહ્યુ છે કે 7000 કરોડ રૂપિયા કે જે વસૂલવામાં આવ્યા છે તેને ફરીથી એકવાર પ્રોવિઝનલ એડજસ્ટમેન્ટમાં મોકલવામાં આવશે જ્યારે 3000 કરોડ રૂપિયાને બેંકના ફાયદા તરીકે ગણવામાં આવશે. સૂત્રો અનુસાર બેંક ભૂષણ પાવર, એસ્સાર સ્ટીલ, રુચિ સોયા, અંદરક એલ્યુમિનિયમના લગભગ 3300 કરોડ રૂપિયા મળવાની સંભાવના છે. વળી, દરેક બેંકને એ અધિકાર આપવામાં આવ્યો છે કે તે 25 કરોડ રૂપિયા સુધીના મામલામાં વન ટાઈમ સેટલમેન્ટનો વિકલ્પ આપે. જેનાથી રિકવરી પ્રક્રિયા ઝડપી બની શકે.

English summary
After Nirav Modi fraud PNB puts it all enegry to recover bad loans.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X