For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનની જીત બાદ સોશિયલ મીડિયા પર શમી થયો ટ્રોલ, ઓવૈસીએ કહ્યું- શું ભાજપ તેની નિંદા કરશે?

ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે રમાયેલી વર્લ્ડ કપ T20 મેચ ભારતીય ચાહકો માટે ખૂબ જ નિરાશાજનક રહી છે. પાકિસ્તાની બેટ્સમેન્સ સામે ભારતીય બોલર્સ સદંતર નિષ્ફળ જતા જોવા મળ્યા હતા.

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદ : ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે રમાયેલી વર્લ્ડ કપ T20 મેચ ભારતીય ચાહકો માટે ખૂબ જ નિરાશાજનક રહી છે. પાકિસ્તાની બેટ્સમેન્સ સામે ભારતીય બોલર્સ સદંતર નિષ્ફળ જતા જોવા મળ્યા હતા. ટીમના કોઈ પણ બોલરે પાકિસ્તાન માટે વિકેટ લીધી ન હતી, ત્યારબાદ પરિણામ એ આવ્યું કે, પાકિસ્તાને ભારતને 10 વિકેટે શરમજનક હાર આપી હતી.

બીજી તરફ ભારતીય ચાહકો ટીમના આ ખરાબ પ્રદર્શનને લઈને સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ હૈદરાબાદમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના સમર્થનમાં નિવેદન આપીને ભાજપ પર સવાલ ઉઠાવ્યા છે.

ટીમમાં 11 ખેલાડી છે અને એક મુસ્લિમ ખેલાડીને આ લોકો નિશાન બનાવી રહ્યા છે

ટીમમાં 11 ખેલાડી છે અને એક મુસ્લિમ ખેલાડીને આ લોકો નિશાન બનાવી રહ્યા છે

અસદુદ્દીન ઓવૈસીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, 24 ઓક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાન મેચને લઈને સોશિયલ મીડિયા પર મોહમ્મદ શમીને નિશાન બનાવવામાંઆવી રહ્યા છે.

જે દર્શાવે છે કે, દેશમાં કેટલી નફરત વધી છે. ટીમમાં 11 ખેલાડી છે અને એક મુસ્લિમ ખેલાડીને આ લોકો નિશાન બનાવી રહ્યા છે. અરાજકતા કોણફેલાવી રહ્યું છે?

માત્ર એક મુસ્લિમ ખેલાડીને નિશાન બનાવવામાં આવી રહ્યો છે

પોતાના નિવેદનમાં ઓવૈસીએ જણાવ્યું હતું કે, મોહમ્મદ શમીને નિશાન બનાવીને કટ્ટરતા, મુસ્લિમો સામે નફરત દર્શાવવામાં આવી રહી છે. ક્રિકેટમાં તમે જીતશો કેહારશો.

ટીમમાં 11 ખેલાડીઓ છે, પરંતુ માત્ર એક મુસ્લિમ ખેલાડીને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. શું ભાજપ સરકાર તેની નિંદા કરશે?

સોશિયલ મીડિયા પર શમી ટ્રોલ

સોશિયલ મીડિયા પર શમી ટ્રોલ

ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપમાં પહેલીવાર પાકિસ્તાનની હાર બાદ ભારતીય ચાહકો સંપૂર્ણ રીતે ચોંકી ગયા છે.

આ સમય પાછળ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ ફાસ્ટબોલર મોહમ્મદ શમીને ટ્રોલ કરવામાં વ્યસ્ત છે. તે ભૂલી ગયા છે કે, વર્લ્ડ કપ (50-50)માં હેટ્રિક લેનારા થોડા બોલર્સમાંથી તે એક છે. એટલું જ નહીં, લોકો સોશિયલમીડિયા પર તેની સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે. તમામ મર્યાદાઓ ઓળંગીને પણ તેને પાકિસ્તાનનો સમર્થક કહેવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, બાકીના બોલર્સની જેમ મોહમ્મદ શમી પણ રવિવારની મેચમાં સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. તેમણે 3.5 ઓવરમાં 43 રન આપ્યા હતા. તેમજ કોઈવિકેટ લીધી ન હતી.

English summary
Indian fans are venting their anger on social media over the team's poor performance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X