ઉપેન્દ્ર કુશવાહાએ ઓફર ઠુકરાવી ભાજપને આપ્યુ અલ્ટીમેટમ, ‘હવે માત્ર પીએમ સાથે કરશે વાત'
મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય લોકસમતા પાર્ટી (રાલોસપા)ના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ સ્પષ્ટ કરી દીધુ છે કે તેમનો પક્ષ સીટ શેરિંગ મુદ્દે અંતિમ વાત થવા સુધી એનડીએમાં રહેશે. જો કે તેમણે ભાજપને અલ્ટીમેટમ પણ આપ્યુ છે. પટનામાં પત્રકારો સાથે વાત કરતા ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યુ કે ભાજપે તેમને જે ઓફર આપી હતી, તે સમ્માનજનક નહોતી, એટલા માટે તેમણે તે ઓફર ઠુકરાવી દીધી છે. તેમણે એ પણ કહ્યુ કે હવે તે બીજુ કોઈ નહિ પરંતુ માત્ર પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યુ કે તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ઘણી વાર મળવાની કોશિશ કરી છે પરંતુ મુલાકાત થઈ શકી નથી. તેમણે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને નીતિશ કુમાર પર પણ ભડાસ કાઢી.
આ પણ વાંચોઃ પીએમ મોદી પર કોંગ્રેસનો પલટવાર, તેમને પોતાના દાદા-દાદી વિશે ખબર નથી

ઉપેન્દ્ર કુશવાહાની ચેતવણી-આ સ્થિતિ રહી તો લેવો પડશે નિર્ણય
રાલોસપા અધ્યક્ષે કહ્યુ કે અમે ભાજપનો ત્યારે સાથ આપ્યો ત્યારે તેમને જરૂર હતી. ભાજપે વિચારવાનું છે કે અમારા અલગ થવાથી એનડીએને કેટલુ નુકશાન થશે. ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યુ કે જે સ્થિતિમાં આ વાત પહોંચી છે જો આ જ સ્થિતિ રહી તો આનો નિર્ણય અમારે લેવો પડશે. હાલમાં જ બિહારમાં એનડીએ વચ્ચે સીટ શેરિંગ અંગે જે ફોર્મ્યુલા સામે આવી છે તેમાં ભાજપ અને જેડીયુ વચ્ચે 17-17 સીટો પર ચૂંટણી લડવા માટે સંમતિ બની છે. રામવિલાસ પાસવાન માટે 6 સીટો આપવામાં આવશે. સીટ વહેંચણીની આ ફોર્મ્યુલામાં ઉપેન્દ્ર કુશવાહા માટે એકપણ સીટ નથી. હવે આવુ કેમ કરવામાં આવ્યુ? કુશવાહાને કેટલી સીટો ઓફર કરવામાં આવી? આ વિશે તો જાણકારી નથી પરંતુ ઉપેન્દ્ર કુશવાહાએ સ્પષ્ટ કરી દીધુ છે કે સીટ વહેંચણી પર અંતિમ વાત સુધી તેમનો પક્ષ એનડીએમાં જ છે.

‘નીચ' વાળા નિવેદન પર માફી માંગે નીતિશકુમાર
ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યુ કે રાલોસપા કાર્યકારિણીની બેઠકમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો કે નીતિશ કુમાર પોતાના વાંધાજનક શબ્દો માટે સાર્વજનિક રીતે માફી માંગે. બિહારના મુખ્યમંત્રીએ તેમના માટે જે રીતે અમર્યાદિત ભાષાનો ઉપયોગ કર્યો છે, તેનાથી પક્ષના કાર્યકર્તાઓમાં આક્રોશ છે. ઉપેન્દ્ર કુશવાહાએ આગળ કહ્યુ, અમારા પક્ષને તોડવાના નિરંતર પ્રયાસો ચાલી રહ્યા છે. આમાં અવ્વલ ભૂમિકા માનનીય નીતિશ કુમારજી કરી રહ્યા છે. નીતિશ કુમાર આજથી નહિ પરંતુ બહુ પહેલાથી ઉપેન્દ્ર કુશવાહા, ઉપેન્દ્ર કુશવાહાના પક્ષ, ઉપેન્દ્ર કુશવાહાના અભિયાનને બરબાદ કરો, આ કામમાં લાગેલા છે. અમે લોકો વિરોધમાં હતા તો અલગ વાત હતી પરંતુ એનડીએમાં આવ્યા બાદ પણ તેમનું આ વલણ ચાલુ છે, તે દૂર્ભાગ્યપૂર્ણ છે.

28 નવેમ્બરે ઉંચ-નીચ દિવસ મનાવવાનું એલાન
નીતિશના નીચ વાળા નિવેદનના વિરોધમાં ઉપેન્દ્ર કુશવાહાએ 28 નવેમ્બરને ઉંચ-નીચ દિવસ તરીકે મનાવવાનું એલાન કર્યુ છે. જિલ્લાના મુખ્ય કાર્યાલયો પર કુશવાહાનો પક્ષ ઉંચ-નીચ માનસિકતા વિરોધ દિવસ પણ મનાવશે. તેમણે આરોપ લગાવ્યો કે બિહારમાં શિક્ષણ વ્યવસ્થા ખૂબ ખરાબ છે. મહાત્મા ફૂલેની પુણ્યતિથિ પર 28 નવેમ્બરથી જ કુશવાહા સમગ્ર રાજ્યમાં ‘શિક્ષણ સુધાર જન-જનનો અધિકાર' અભિયાનની પણ શરૂઆત કરશે.
આ પણ વાંચોઃ લંડન હાઈકોર્ટે તિહાર જેલને ગણાવી સુરક્ષિત, શું માલ્યાનું થશે પ્રત્યાર્પણ?