Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PM મોદીના ભાષણ બાદ ટ્વિટર પર ટ્રેન્ડ થયુ ‘We the people of India', લોકોએ કર્યા ટ્વિટ

પ્રધાનમંત્રીએ ‘We the people of India' (આપણે ભારતના લોકો)નો ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રીના ભાષણ બાદ જઆ ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યુ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રના નામે સંબોધનમાં કોરોના વાયરસ(કોવિડ-19)ની સ્થિતિ પર વાત કરી. તેમણે લૉકડાઉનને 3 મે સુધી લંબાવી દીધુ છે. આ દરમિયાન પ્રધાનમંત્રીએ 'We the people of India' (આપણે ભારતના લોકો)નો ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રીના ભાષણ બાદ જઆ ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યુ. આની પાછળનુ એક કારણ એ પણ છે કે આજે ભારતીય બંધારણના રચયિતા ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જયંતિ છે જેમને ભારતીય બંધારણના જનક તરીકે ઓળખવામાં આવે છે.

pm modi

પીએમ મોદી કહ્યુ કે ઘણા રાજ્યોએ લૉકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો. હવે એ નક્કી કરવામાં આવ્યુ છે કે ભારતમાં લૉકડાઉનને 3 મે સુધી લંબાવવુ પડશે. આગલા એક સપ્તાહમાં કોરોના સામે લડાઈમાં કઠોરતા વધુ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં કહ્યુ, 'હું જાણુ છુ, તમને કેટલી મુશ્કેલીઓ પડી રહી છે. કોઈને ખાવાની મુશ્કેલી, કોઈને આવવા-જવાની મુશ્કેલી, કોઈ ઘર-પરિવારથી દૂર છે. પરંતુ તમે દેશ માટે એક અનુશાસિત સિપાહીની જેમ પોતાની ફરજ નિભાવી રહ્યા છો.

આપણા બંધારણમાં જે 'We the people of India'ની શક્તિની વાત કહેવામાં આવી છે, તે આ જ તો છે. બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ પર આપણે ભારતના લોકો તરફથી આપણી સામૂહિક શક્તિનુ આ પ્રદર્શન, આ સંકલ્પ, તેમના પ્રત્યે સાચી શ્રદ્ધાંજલિ છે.' 'We the people of India' વિશે લોકોએ કહ્યુ કે આનાથી તેમને કોરોના વાયરસ સામે લડાઈ લડવામાં તાકાત મળી છે. આ વિશે લોકોએ ટ્વિટ કર્યા અને કહ્યુ કે તે લૉકડાઉનના બધા નિયમોનુ પાલન કરશે. કોઈએ કહ્યુ કે આપણે ભારતના લોકો આ વાયરસને હરાવીશુ તો કોઈએ કહ્યુ કે દેશના લોકો આ વાયરસ સામે એકડૂટ થઈને ઉભા રહેશે. અહીં જુઓ શું બોલ્યા લોકો -

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X