For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી પર હુમલા બાદ 'પપ્પુ'ની ધોલાઇ કરતું ભાજપ!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 જાન્યુઆરી: ટેલિવિઝન પર આપેલા એક ઇન્ટર્વ્યૂને લઇને વિપક્ષના કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર વળતા પ્રહારો કરવાનું શરુ કરી દીધું છે. રાહુલ ગાંધીએ પોતાના ઇન્ટર્વ્યુમાં વિપક્ષી દરળ પર પ્રહારો કર્યા હતા.

ગુજરાત રમખાણો માટે નરેન્દ્ર મોદી સરકારને દોષી ઠેરવવા અને શીખ રમખાણો પર નિવેદન બાદ હવે ભારતીય જનતા પાર્ટીએ રાહુલ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. આ ઉપરાંત અન્ય દળોના નેતાઓએ પણ રાહુલ ગાંધીને નિશાનો બનાવ્યા છે.

રાહુલે જણાવ્યું કે ગુજરાત રમખાણો અને 84ના રમખાણોમાં અંતર છે. એ વાત સાચી છે. ગુજરાતના રમખાણોમાં હજારો હિન્દુઓ પણ માર્યા ગયા હતા. પરંતુ 84ના રમખાણોમાં માત્રને માત્ર શીખ મોતને ઘાટ ઉતર્યા હતા. ગુજરાત રમખાણોમાં ઘણા અધિકારી અને મંત્રી જેલ પણ ગયા, એસઆઇટી બની, પરંતુ 84 રમખાણોમાં કોઇને કોઇ સજા મળી નહી. એસઆઇટી સુધ્ધા આજ સુધી બનાવવામાં આવી નથી. તેમાં ઉલટાનું શીખોની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો કહે છે કે 84ના રમખાણોમાં સરકારનો હાથ ન્હોતો. જો સરકારનો હાથ ન્હોતો પોલીસ મૂકદર્શક કેમ બની રહી. એક મહાવીર ચક્ર વિજેતા શીખે પોતાનો જીવ બચાવવા માટે ગોળી ચલાવી તો તેને જેલ થઇ ગઇ.
- એસ એચ ફુલ્કા, વરિષ્ઠ અધિવક્તા

રાહુલના નિવેદન પર કોણે શું કહ્યું, વાંચો-

સુબ્રમણ્યમ સ્વામી, નેતા, ભાજપ

સુબ્રમણ્યમ સ્વામી, નેતા, ભાજપ

રાહુલ કહે છે કે નરેન્દ્ર મોદી એ સમયે મુખ્યમંત્રી હતા તો તેઓ દોષી છે. પરંતુ જ્યારે 84માં કત્લેઆમ થયો હતો તો દેશમાં વડાપ્રધાન કોણ હતું. કેવી રીતે દોષીઓને બચાવવામાં આવ્યા. એક બાજુ રાજીવ ગાંધીના હત્યારાઓને સજા આપવાથી બચાવવા માટે પત્ર લખે છે. આ હાસ્યાસ્પદ વાતો કરતા રહે છે.

કલરાજ મિશ્રા, નેતા, ભાજપ

કલરાજ મિશ્રા, નેતા, ભાજપ

રાહુલ ગાંધીનું નિવેદન આશ્ચર્યજનક છે. જનતાને ગેરમાર્ગે દોરવાનારું નિવેદન છે. જ્યારે નરેન્દ્ર મોદીને તમામ લીગલ એજન્સીઓ પાસેથી ક્લીન ચિટ મળી ગઇ છે. શીખ રમખાણો પર પણ ભ્રમિત કરનારુ નિવેદન આપી રહ્યા છે. તમામ લોકો જાણે છે કે કયા લોકોએ કત્લેઆમ કર્યું હતું. તેમના પિતાએ જ આ નિવેદન આપ્યું હતું કે મોટું ઝાડ પડે છે તે ધરતી ધ્રૂજે છે. આ પ્રકારની હલકી ટિપ્પણી કોઇ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષને શોભા નથી આપતી.

મુખ્તાર અબ્બાસ નકવી, નેતા ભાજપ

મુખ્તાર અબ્બાસ નકવી, નેતા ભાજપ

કરપ્શનના કિલ્લામાં બેસીને રાહુલ ગાંધી લૂંટની મજા માણતા રહ્યા છે. અને આજે જ્યારે લૂંટની લંકામાં આગ લાગી છે તો તેઓ ચિંતિંત થઇ ઊઠ્યા છે. એક બાજુ કરપ્શન અને કુશાસનની વિરાસત છે તો બીજી બાજુ સુશાસન અને રાષ્ટ્રવાદની લડાઇ છે. આજે દેશમાં કોંગ્રેસના ભ્રષ્ટાચારની વિરુધ્ધ જે જુવાળ ફાટી નિકળ્યો છે તેને કોઇ રોકી શકે તેમ નથી.

મો. અદીબ, રાજ્યસભા સાંસદ

મો. અદીબ, રાજ્યસભા સાંસદ

મને લાગે છે કે રાહુલ ગાંધીજીની પાસે સેટ જવાબ હતા અને અર્ણબ ગોસ્વામીની પાસે સેટ સવાલ હતા. રાહુલ ગાંધીની પાસે પોતાનો એજન્ડા હતો. હું કોંગ્રેસી હોત અને મારે જવાબ આપનો હોત તો મે કહ્યું હોત કે શીખ રમખાણો માટે દેશના વડાપ્રધાને માફી માંગી હતી. પરંતુ ગુજરાતની સરકાર અને મુખ્યમંત્રીએ માફી હજી સુધી માગી નથી. આ પાયાનું અંતર છે. રાહુલ આ જવાબ આપી શક્યા નહીં.

શાહિદ સિદ્દીકી, વરિષ્ઠ પત્રકાર

શાહિદ સિદ્દીકી, વરિષ્ઠ પત્રકાર

સારુ ઇન્ટર્વ્યૂ હતું. પરંતુ રાહુલ ખૂબ જ મુંઝવણમાં હતા. રાહુલ ગાંધી કેજરીવાલ બનવાની કોશીશ ના કરે, તેઓ રાહુલ ગાંધી જ રહે ત્યારે જ તેમને ફાયદો થશે. મોદીનો મુકાબલો કરવાનો હોય તેઓ મુદ્દાઓ પર ચર્ચા કરે. તેઓ મોદી પર ચર્ચા કરવા પર શા માટે ભાગે છે. હું મુસ્લિમ છું. જેટલું મને ગુજરાત રમખાણોનું દુ:ખ છે તેટલું ભાગલપુર અને અન્ય રમખાણો માટે પણ દુ:ખ છે. હું 84ના રમખાણોમાં હતો. 84ના રમખાણો પર કોઇને અત્યાર સુધી સજા મળી નથી. ગુજરાતમાં કેટલેક અંશે ન્યાય થયો છે. ત્યાં અધિકારીઓ અને નેતાઓ જેલમાં ગયા છે. રાહુલ ગાંધી ન્યાય આપતા શીખે, રમખાણ પર રાજકારણ ના કરે.

અલી અનવર, નેતા, જેડીયૂ

અલી અનવર, નેતા, જેડીયૂ

રાહુલ એ વાત ભૂલી રહ્યા છે કે તેમના પિતાજીએ જણાવ્યું હતું કે જ્યારે કોઇ મોટું ઝાડ ધરાશાઇ થાય છે ત્યારે ધરતી ધ્રૂજે જ છે. તેમનું કહેવું સાચુ છે કે ગુજરાતમાં સરકાર સામેલ હતી. પરંતુ તેમની સરકાર તરફથી પણ ભૂલો થઇ છે અને છૂપાવવાની કોશીશ કરવામાં આવી હતી. વડાપ્રધાન રહેતા રાજીવનું એવું કહેવું એ રમખાણને જસ્ટીફાય કરવું જ તો છે.

નીતિશ કુમાર, મુખ્યમંત્રી બિહાર

નીતિશ કુમાર, મુખ્યમંત્રી બિહાર

અમે રાહુલ ગાંધીના નિવેદનથી સહમત નથી. 84ના શીખ રમખાણો અને 89ના ભાગલપુર રમખાણો માટે કોંગ્રેસ જવાબદાર છે. ગુજરાત રમખાણો માટે ભાજપ સરકાર જવાબદાર હતી. આ જવાબદારીથી કોઇ બચી ના શકે. તેની જવાબદારી તેમણે સ્વીકારવી જોઇએ.

નરેશ ગુજરાલ, નેતા, શિરોમણી અકાલી દળ

નરેશ ગુજરાલ, નેતા, શિરોમણી અકાલી દળ

રાહુલે જણાવ્યું કે 2002 રમખાણ સમયે મોદી મુખ્યમંત્રી હતા એટલે દોષી છે. તેઓ લગભગ એ ભૂલી ગયા છે કે તેમના પિતાજી રાજીવ ગાંધી 1984માં વડાપ્રધાન હતા અને તે સમયે રમખાણ નહીં, તે શીખોનું કત્લેઆમ હતું. અને ઉપરથી ઓર્ડર હતા કે ત્રણ દિવસ સુધી આર્મી બોલાવવામાં આવી નહી. હજારો શીખોનું કત્લેઆમ થયું. ત્યારબાદ દોષીઓને મિનિસ્ટર અને એમપી બનાવવામાં આવ્યા. રાહુલ ગાંધી એ ભૂલી રહ્યા છે કે 84માં એક પણ ગોળી ન્હોતી ચાલી. પરંતુ ગુજરાતમાં પોલીસે ગોળી ચલાવી, હિંસા કરનાર હિન્દુ માર્યા ગયા. લોકોને જેલભેગા કરવામાં આવ્યા, સજા મળી. રાહુલ ગાંધી એ જણાવે કે 84ના રમખાણોમાં કેટલાંને સજા મળી.

English summary
After Rahul Gandhi's interview BJP leader fire on him, read who said what.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X