For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હામિદઃ 24 કલાકમાં માત્ર એકવાર વૉશરૂમ, પાકિસ્તાની જેલમાં ટોર્ચરની કહાની

ઈન્ડિયા ટુડેને આપેલા એક ઈન્ટરવ્યુમાં હામિદે પાકિસ્તાની જેલમાં પોતાના ટોર્ચની આખી કહાની સંભળાવી છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનની પેશાવર સેન્ટ્રલ જેલમાંથી છૂટીને છ વર્ષ બાદ ભારત પાછા આવેલા હામિદ નેહાલ અનસારી ગુરુવારે પોતાના ઘરે મુંબઈ પહોંચ્યા. હામિદ સાથે તેમની મા ફોજિયા અને પિતા નેહાલ અનસારી પણ હતા. મુંબઈ પહોંચ્યા બાદ હામિદ અનસારીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યુ. અહીં હામિદના પરિવારના સભ્યો અને અમુક દોસ્તો પણ હાજર હતા. હામિદે મીડિયા સાથે વાત કરીને જેલમાં તેમની સાથે કરાયેલા ટોર્ચર વિશે જણાવ્યુ અને સાથે કહ્યુ કે આ દરમિયાન તેમને ત્રણ મોટી શીખ મળી છે. હામિદે કહ્યુ છે કે હવે તે પોતાના પરિવાર અને દોસ્તો સાથે સેલિબ્રેટ કરવા ઈચ્છે છે.

ત્રણ વર્ષ સુધી અંડરગ્રાઉન્ડ સેલમાં એકલા

ત્રણ વર્ષ સુધી અંડરગ્રાઉન્ડ સેલમાં એકલા

ઈન્ડિયા ટુડેને આપેલા એક ઈન્ટરવ્યુમાં હામિદે પોતાના ટોર્ચની આખી કહાની સંભળાવી છે. હામિદે જણાવ્યુ કે જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી તે સંપૂર્ણપણે તૂટી ગયા હતા. ત્યારે તેમને લાગવા લાગ્યુ હતુ કે હવે તે ક્યારેય ઘરે નહિ જઈ શકે. જેમ જેમ સમય વીતતો ગયો તેમ આશા જાગવા લાગી કે તે એક દિવસ ઘરે પહોંચશે. હામિદે જણાવ્યુ કે પાકમાં કોહટમાં પોલિસે તેમની ધરપકડ કરી અને પછી તેમને પોલિસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. ત્યારબાદ પાકિસ્તાનની ઈન્ટેલીજન્સ એજન્સીઓએ તેમને પોતાની કસ્ટડીમાં લઈ લીધા. ત્યારબાદ તેમને કોહટમાં એક અજાણી જગ્યાએ લઈ જવામાં આવ્યા. ત્રણ દિવસો સુધી તેમને કોહટમાં રાખવામાં આવ્યા. ત્યારબાદ જ્યારે છોકરીએ પાક ઓથોરિટીઝ સામે હામિદ સાથેના રિલેશનશીપની વાત માની લીધી તો તેમને કોહટથી પેશાવર શિફ્ટ કરી દેવામાં આવ્યા. અહીં એજન્સીઓએ તેમની પૂછપરછ કરી. પછી ત્રણ વર્ષ સુધી તેમને પેશાવરમાં એક અંડરગ્રાઉન્ડ સેલમાં એકલા રાખવામાં આવ્યા.

બસ એક જ વાર વૉશરૂમનો ઉપયોગ

બસ એક જ વાર વૉશરૂમનો ઉપયોગ

હામિદને જે સેલમાં રાખવામાં આવ્યા હતા ત્યાં તેમને ક્યારેય ખબર નહોતી પડતી કે બહાર દિવસ છે કે રાત. દિવસમાં એક વાર તેમને વૉશરૂમનો ઉપયોગ કરવાનો મોકો મળતો હતો અને તે પણ માત્ર એક મિનિટ માટે. જે પણ જમવાનું તેમને આપવામાં આવતુ હતુ તે એટલુ હતુ કે તે જીવિત રહી શકે. 40 દિવસો સુધી હામિદને ન્હાવા નહોતુ મળ્યુ. અને કેટલાય દિવસો સુધી જમવાનું પણ આપવામાં આવ્યુ નહોતુ. ગરમીની સિઝનમાં પણ તેમને નહાવાની મંજૂરી નહોતી અને તેમના શરીર પર કીડા પણ લાગવા લાગ્યા હતા. પૂછપરછ દરમિયાન તેમને એટલી હદે ટોર્ચર કરવામાં આવ્યા કે તેમની ડાબી આંખની રેટિનામાં સમસ્યા થવા લાગી. ઘણી વાર તે પડી જતા અને બેભાન થઈ જતા અને ત્યાં સુધી કે લોહીની ઉલટી કરવા લાગતા હતા.

છ વર્ષમાં મળ્યા આ ત્રણ સબક

છ વર્ષમાં મળ્યા આ ત્રણ સબક

મુંબઈ એરપોર્ટથી હામિદે મીડિયાને જણાવ્યુ કે હવે તે પોતાના માટે નોકરી ઉપરાંત જીવનસાથી પણ શોધશે. હામિદ હવે લગ્ન કરીને પોતાના જીવનમાં આગળ વધવા માંગે છે. હામિદે જણાવ્યુ કે છ વર્ષોમાં તેમને ત્રણ મહત્વના સબક શીખવા મળ્યા છે. હામિદે જે ત્રણ સબક શીખ્યા અને તેને માનવાનો અનુરોધ કર્યો છે. હામિદે જણાવ્યુ કે ક્યારેય ફેસબુક પર કોઈનો ભરોસો ન કરો. પોતાના માતાપિતા સામે જૂઠ ન બોલો અને પોતાની સરકારમાં ભરોસો રાખો. હામિદ બધુ ભૂલીને હવે આગળ વધવા ઈચ્છે છે.

આ પણ વાંચોઃ બુલંદશહેર હિંસા પર બોલ્યા નસીરુદ્દીનઃ આજે ગાયનો જીવ માણસથી વધુ કિંમતીઆ પણ વાંચોઃ બુલંદશહેર હિંસા પર બોલ્યા નસીરુદ્દીનઃ આજે ગાયનો જીવ માણસથી વધુ કિંમતી

English summary
After returning from Pakistan, Indian National Hamid Ansari said never fall in love on Facebook.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X