For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીજા ધર્મની છોકરીના પ્રેમમાં જીવ ગુમાવનાર અંકિતના પિતા આપશે ઈફ્તાર

બીજા ધર્મની છોકરીના પ્રેમમાં જીવ ગુમાવનાર દિલ્હીના યુવાન અંકિત સક્સેનાના પિતાએ મોટુ એલાન કર્યુ છે. તેમણે જણાવ્યુ કે રમજાનના પર્વ નિમિત્તે ઈફ્તારનું આયોજન કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

બીજા ધર્મની છોકરીના પ્રેમમાં જીવ ગુમાવનાર દિલ્હીના યુવાન અંકિત સક્સેનાના પિતાએ મોટુ એલાન કર્યુ છે. તેમણે જણાવ્યુ કે રમજાનના પર્વ નિમિત્તે ઈફ્તારનું આયોજન કરવામાં આવશે. પોતાના એકના એક દીકરાને અચાનક ગુમાવ્યા બાદ તેમણે પ્રેમ-ભાઈચારાનો સંદેશ આપવા માટે ઈફ્તાર આપવાનો નિર્ણય કર્યો છે. વ્યવસાયે ફોટોગ્રાફર 23 વર્ષીય અંકિત સક્સેનાની આ વર્ષે જ ફેબ્રુઆરીમાં હત્યા કરી દેવામાં આવી હતી.

અંકિત સક્સેનાના પિતાએ લીધો મોટો નિર્ણય

અંકિત સક્સેનાના પિતાએ લીધો મોટો નિર્ણય

અંકિત સક્સેનાની હત્યાનો આરોપ તેની ગર્લફ્રેન્ડના પરિવાર પર જ લાગ્યો છે. જાણકારી મુજબ છોકરીનો પરિવાર આ સંબંધના વિરોધમાં હતો અને એટલા માટે જ અંકિતની રસ્તા વચ્ચે ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. ઘટના બાદ આ મામલાને એ સમયે ધાર્મિક રંગ આપવાની પણ કોશિશ કરવામાં આવી હતી. જો કે પોતાના યુવાન દીકરાને ગુમાવ્યા બાદ પણ અંકિતના પિતા યશપાલ સક્સેનાએ આ મામલાને તૂલ દેવાનો ઈનકાર કરી દીધો. હવે તેમણે પ્રેમ અને ભાઈચારાનો સંદેશ આપવા માટે ઈફ્તારનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે.

રમજાન પર આપશે ઈફ્તાર પાર્ટી

રમજાન પર આપશે ઈફ્તાર પાર્ટી

યશપાલ સક્સેનાએ જણાવ્યુ કે તેમણે અંકિતના નામે એક ટ્રસ્ટ બનાવવાની તૈયારી પણ શરૂ કરી દીધી છે. જો કે હજુ આ ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન થયુ નથી. આમાં હજુ થોડા વધુ દિવસો લાગશે. તેમણે જણાવ્યુ કે આ ટ્રસ્ટ દ્વારા એવા કપલ્સ (જોડી) ની મદદ કરવામાં આવશે જે પોતાના ધર્મથી બહાર જઈને લગ્ન કરવા ઈચ્છતા હોય. ઈફ્તારનું આયોજન આ દિશામાં પહેલો કાર્યક્રમ માનવામાં આવી રહ્યો છે.

પરિવાર કરી રહ્યો છે ટ્રસ્ટ બનાવવાની તૈયારી

પરિવાર કરી રહ્યો છે ટ્રસ્ટ બનાવવાની તૈયારી

યશપાલ સક્સેનાએ આગળ જણાવ્યુ કે ઈફ્તારના આયોજનની જવાબદારી ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકો સંભાળી રહ્યા છે. આમાં બીજા પરિવારના સભ્યો અને અંકિતના દોસ્તો પણ મદદ કરી રહ્યા છે. અમે આ મામલામાં અનુભવી નથી. અમે આમાં સમાન વિચારધારાવાળા લોકોની પણ મદદ લઈશુ. તેમણે જણાવ્યુ કે કાર્યક્રમમાં સ્થાનિક પોલિસ સ્ટેશનના અધિકારીઓને આમંત્રિત કરવામાં આવશે. આ ઉપરાંત હાલમાં સમાન વિચારધારાવાળા લોકોને પણ આમંત્રિત કરવામાં આવી રહ્યા છે.

English summary
after son murder by girlfriend family ankit saxena father to host iftar for love
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X