For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 12 જગ્યાએ હજુ ચાલશે 500 ની જૂની નોટ

પેટ્રોલ પંપ પર 500 ની જૂની નોટ બંધ થયા બાદ પણ અમુક એવી જગ્યાઓ છે જ્યાં 15 ડિસેમ્બર સુધી 500 ની જૂની નોટો સ્વીકારવામાં આવશે...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

પહેલા 1000 અને પછી 500 ની જૂની નોટ પેટ્રોલ પંપ પર બંધ થયા બાદ દરેક જણના મનમાં સવાલ છે કે હવે બેંકોમાં જમા કરવા ઉપરાંત આ નોટ ક્યાં ક્યાં ચાલશે. તમને જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે ગુરુવારે ઘોષણા કરી હતી કે 500 ની જૂની નોટ પેટ્રોલ પંપ, સીએનજી પંપ અને એરપોર્ટ પર 2 ડિસેમ્બર બાદ સ્વીકારવામાં આવશે નહિ.

500


સરકારનું માનવુ હતુ કે પેટ્રોલ પંપની આડમાં કેટલાક લોકો પોતાનું કાળુનાણુ સફેદ કરી રહ્યા છે. પહેલા 500 ની જૂની નોટ પેટ્રોલ પંપ પર સ્વીકારવાની સમય મર્યાદા 15 ડિસેમ્બર હતી. જો કે સરકારે આ નિર્ણય બાદ પણ કેટલીક જગ્યાઓએ 15 ડિસેમ્બર સુધી 500 ની જૂની નોટ સ્વીકારવામાં આવશે. તમે પણ જાણો તે કઇ જગ્યાઓ છે.

આ છે તે જગ્યાઓ જ્યાં 500 ની જૂની નોટ હજુ ચાલશે

15 ડિસેમ્બર સુધી રાષ્ટ્રીય રાજમાર્ગો પર ટોલ ટેક્સની શરતોને આધીન ચૂકવણીમાં, ઘરેલુ એલપીજી સિલિંડરની ચૂકવણીમાં, રેલવેની ટિકિટ, મેટ્રોની ટિકિટ અને સરકારી બસોની ટિકિટ ખરીદવામાં 500 ની જૂની નોટ સ્વીકારવામાં આવશે. આ ઉપરાંત સરકારી હોસ્પિટલો, દવાની દુકાનો, વિજળીના બિલ, પાણીના બિલ, સ્કૂલ ફી, પ્રીપેઇડ મોબાઇલ કૂપન અને કેન્દ્રીય ભંડાર જેવા ગ્રાહક સહકારી ભંડારમાં 500 ની જૂની નોટ સ્વીકારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બરે રાતે 12 વાગ્યાથી 500 અને 1000 ની જૂની નોટ બંધ થયા બાદ કેટલીક જરુરી સેવાઓમાં આ નોટોનું ચલણ ચાલુ રાખવામાં આવ્યુ હતુ. બાદમાં 1000 ની નોટને સંપૂર્ણપણે બંધ કરવામાં આવી હતી.

English summary
after the decision of 500 rupee note ban at petrol pump, some place where these note will be accepted.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X