For Quick Alerts
For Daily Alerts
વિશાખાપટ્ટનમ ગેસ લીકેજ બાદ સર્જાયા કાળજુ કંપાવી દે તેવા ભયાનક દ્રશ્યો
કોરોના મહામારી દરમિયાન વિશાખાપટ્ટનમાં ગુરુવારની સવાર એક નવી મુશ્કેલી લઈને આવી જ્યાં એક ફાર્મા કંપનીમાં ઝેરીલી ગેસ લીક થવાથી 7 લોકોના મોત થઈ ગયા. જ્યારે 20 લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. ગેસ લીકેજની અસર 2 કિલોમીટરના વિસ્તારમાં થઈ છે. વાયુસેના, એનડીઆરએફ અને સ્થાનિક પ્રશાસનની ટીમો રેસ્ક્યુ ઑપરેશનમા લાગેલી છે. સાથે જ આસપાસના ગામોને ખાલી કરવવામાં આવી રહ્યા છે. કેસની ગંભીરતાને જોતા સીએમ જગનમોહન રેડ્ડી વિશાખાપટ્ટન પહોંચી ગયા છે. વળી, પીએમ મોદીએ પણ મુખ્યમંત્રી રેડ્ડી અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે વાત કરી છે. સાથે જ દરેક સંભવ મદદનો ભરોસો આપ્યો છે.
આ પણ વાંચોઃ વર્ક ફ્રોમ હોમ કોરોના વાયરસ પછીની દુનિયા માટે નવો સામાન્ય ટ્રેન્ડ બની રહેશે