હરિયાણા- મહારાષ્ટ્રમાં ભાજપને સમર્થન આપવા બદલ મોદીએ મતદાતાઓને કહ્યું- ધન્યવાદ
નવી દિલ્હીઃ પીએમ મોદીએ મહારાષ્ટ્ર અને હરિયાણાના મતદાતાઓને ધન્યવાદ કહ્યું છે. નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે ટ્વીટ કરી બંને પ્રદેશની જનતાનો ભાજપને સમર્થન આપવા બદલ આભાર કહ્યું અને આગળ પણ કામ કરતા રહેવાનો ભરોસો અપાવ્યો છે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં આજે 24મી ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણીના પરિણઆમ આવી ગયાં છે. બંને રાજ્યોમાં ભાજપ સૌથી મોટો પક્ષ બનીને ઉભરી આવ્યો છે.
હરિયાણા માટે કરવામાં આવેલ ટ્વીટમાં મોદીએ કહ્યું કે, અમને આપવામાં આવેલ સમર્થન માટે હરિયાણાના લોકોનો આભાર માનું ચું. ગત વર્ષોમાં જેવી લાગણી સાથે કામ કર્યું તેવી જ લાગણી સાથે જ કામ કરતા રહીશું, પાર્ટીના વિકાસના એજન્ડાને લઈ લોકો પાસે ગયા તેવા ભાજપના કાર્યકર્તાઓનો પણ આદર કરું છું.
મહારાષ્ટ્રને લઈને કરેલ ટ્વીટમાં મોદીએ કહ્યું કે મહારાષ્ટ્રના લોકોએ એનડીએને જે પ્રેમ આપ્યો છે તેના માટે ખુબ ખુબ આભાર. હું એનડીએ, ભાજપ અને શિવસેના બંને પાર્ટીઓના એક-એક કાર્યકર્તાઓને સલામ કરું છું. રાજ્યના લોકોને વિશ્વાસ અપાવું છું કે તમારા સારા માટે કામ કરતા રહીશું.
મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરે ચૂંટણી થઈ હતી. ભાજપે હરિયાણામાં એકલા જ્યારે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે મળીને ચૂંટણી લડી હતી. મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપને પૂર્ણ બહુમત મળ્યું છે. મહારાષ્ટ્રની 288 સીટમાંથી ભાજપને એકલાને 103 સીટ પર જીત મળી છે. શિવસેનાને 57 સીટ પર જીત મળી છે. કોંગ્રેસે 46 અને એનસીપીએ 53 સીટ જીતી છે.
હરિયાણાની 90 સીટ પર ભાજપ, 40, કોંગ્રેસ 31, જેજેપી 10 તથા અન્ય 9 સીટ પર જીતી છે. કોઈપણ પાર્ટી બહુમતનો 46 સીટનો આંકડો ટચ નથી કરી શકી. પરંતુ ભાજપ સૌથી મોટી પાર્ટી બની છે.
Gujarat bypoll: અલ્પેશ ઠાકોરનું રાજકીય કરિયર સમાપ્ત? આ કારણે હાર સાંપડી