For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યેદિયુરપ્પા ગયા હવે કુમારસ્વામી બનશે કર્ણાટકના નવા કિંગ, જાણો જેડીએસની ABCD

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ સીટ મેળવનાર પાર્ટી ભાજપને કોંગ્રેસ અને જેડીએસએ મળીને બહારનો રસ્તો દેખાડી દીધો છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ સીટ મેળવનાર પાર્ટી ભાજપને કોંગ્રેસ અને જેડીએસએ મળીને બહારનો રસ્તો દેખાડી દીધો છે. ગુરુવારે બીએસ યેદિયુરપ્પાએ ફ્લોર ટેસ્ટ પહેલાં જ રાજીનામું આપી કુમારસ્વામી માટે રસ્તો સાફ કરી દીધો છે. જેડીએસના અધ્યક્ષ કુમારસ્વામી ગઠબંધનવાળી સરકારમાં અગાઉ પણ કર્ણાટકના સીએમ રહી ચૂક્યા છે. કર્ણાટક ચૂંટણી 2018ના ત્રિશંકુ પરિણામ આવતાની સાથે જ કોંગ્રેસે ભાજપને સત્તાથી બહાર કરવા માટે કુમારસ્વામીને સીએમ બનાવવાની ઑફરની સાથે ખુલ્લા સમર્થનની ઘોષણા કરી દીધી હતી. હવે યેદિયુરપ્પાના ગયા બાદ કુમારસ્વામી જ કર્ણાટકના આગલા કિંગ હશે. કુમારસ્વામીના પિતા પૂર્વ પીએમ એચડી દેવગૌડા છે. આ બંને બાપ-દીકરાએ મળીને કેટલીય વખત કર્ણાટકની રાજનીતિ 360 ડિગ્રી ઘૂમાવી ચૂક્યા છે

1 ડિસેમ્બર 1959ના રોજ કુમારસ્વામીનો જન્મ થયો હતો. તેઓ 2006થી 2007 સુધી કર્ણાટકના સીએમ રહી ચૂક્યા છે. રાજનેતા હોવાની સાથે સાથે કુમારસ્વામી કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રોડ્યુસર અને ડિસ્ટ્રીબ્યૂટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. એમને કુમારાન્નાના નામથી પણ ઓળખવામાં આવે છે.

અગાઉ પણ કિંગમેકરથી કિંગબની ચૂકી છે જેડીએસ

અગાઉ પણ કિંગમેકરથી કિંગબની ચૂકી છે જેડીએસ

એચડી દેવગૌડા ભારતના પ્રધાનમંત્રી પદ પર બિરાજમાન થઈ ચૂક્યા છે. પરંતુ ભારતના પીએમ બની જવું જ એમની એકમાત્ર ઉપલબ્ધી નથી. પ્રધાનમંત્રીનું પદ ગુમાવી દીધાના 7 વર્ષ બાદ 2004માં કર્ણાટક વિધાનસભા ચૂંટણી થઈ હતી. તમે જાણીને દંગ રહી જશો કે એ ચૂંટણીમાં સૌથી મોટો પક્ષ ભાજપ હતોજેમની પાસે 79 સીટ હતી. બીજા નંબર પર કોંગ્રેસ હતી જેમની પાસે 65 સીટ હતી અને 58 સીટ જીતીને જેડીએસ ત્રીજા નંબરે રહી હતી. એ સમયે જેડીએસએ કોંગ્રેસને મજબૂર કરી દીધી હતી, જેને કારણે એન ધરમસિંહને મુખ્યમંત્રી બનાવવા પડ્યા, જ્યારે પાર્ટી એસએમ કૃષ્ણાને સીએમ બનાવવા માગતી હતી.

રાજકીય દાવપેચમાં છે માહેર

રાજકીય દાવપેચમાં છે માહેર

જેડીએસની કહાણી માત્ર કોંગ્રેસ પર દબાવ બનાવવા સુધી જ સીમિત નથી. આ રાજનૈતિક કિસ્સાએ અત્યારે રસપ્રદ મોડ લઈ લીધો છે. કોંગ્રેસની સાથે સરકાર બનાવતી વખતે જેડીએસે તર્ક આપ્યો હતો કે તે સાંપ્રદાયિક તાકાતોને સત્તાથી બહાર રાખવા માગે છે, પરંતુ બે વર્ષ સરકાર ચલાવ્યા બાદ જેડીએસએ પલટી મારી હતી. પરિણામ સ્વરૂપ દેવગૌડાના દીકરા એચડી કુમારસ્વામી કર્ણાટકના સીએમ બની ગયા. જેડીએસએ ભાજપની સાથે સીએમ રોટેશનનો ફોર્મ્યુલા બનાવ્યો, જે અંતર્ગત કુમારસ્વામી 2007 સુધી કર્ણાટકના સીએમ રહ્યા. બાદમાં જ્યારે ભાજપના બીએસ યેદિયુરપ્પાનો મુખ્યમંત્રી બનવાનો વારો આવ્યો તો જેડીએસએ એમને રસ્તો આપાવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

દીકરા કુમારસ્વામી માટે સિદ્ધરામૈયાની બલિ લઈ લીધી

દીકરા કુમારસ્વામી માટે સિદ્ધરામૈયાની બલિ લઈ લીધી

2004નો જ એક કિસ્સો છે. સિદ્ધરામૈયા જે કર્ણાટકમાં કોંગ્રેસ સરકારના સીએમ છે, ક્યારેક જેડીએસમાં દેવગૌડાની પાર્ટીના સભ્યા હતા. એટલું જ નહીં, ધરમ સિંહની સરકારમાં સિદ્ધરામૈયા ડેપ્યૂટી સીએમના પદ પર તહેનાત હતા. એ સમયે જેડીએસ અને કોંગ્રેસની ગઠબંધન વાળી સરકાર હતી. પરંતુ એક વર્ષ બાદ દેવગૌડાએ સિદ્ધરામૈયાને ગેરરીતિના આરોપસર હટાવી દીધા. એમને ડર હતો કે સિદ્ધરામૈયા કુમારસ્વામી માટે પડકાર બની શકે છે. જો કે બાદમાં સિદ્ધરામૈયા કોંગ્રેસમાં જોડાયા અને સીએમ બનવાનું એમનું સપનું પણ પૂરું થઈ ગયું.

કર્ણાટકની રાજનીતિમાં જેડીએસની સ્થિતિ મજબૂત

કર્ણાટકની રાજનીતિમાં જેડીએસની સ્થિતિ મજબૂત

2013ના ગત વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો આમાં જેડી-એસને 40 સીટ મળી હતી. ગત ચૂંટણીમાં પાર્ટીના વોટ શેર 20 ટકાથી થોડો વધુ રહ્યો. 2008ની ચૂંટણીમાં જેડીએસએ 28 સીટ જીતી હતી. જો કે વોટ શેરમાં વધુ અંતર ન હતો, પરંતુ 18.96 ટકાની સાથે ઘટાડો જરૂર નોંધાયો હતો. 2004ની ચૂંટણીમાં જેડીએસએ 59 સીટ પર કબજો જમાવ્યો હતો અને એમના વોટશેર 20 ટકાની આસપાસ હતો. 1999ની ચૂંટણીમાં પાર્ટીએ માત્ર 10 સીટ જીતી અને તેમનો વોટશેર 10 ટકાની આસપાસ રહ્યો હતો.

કર્ણાટકમાં માયાવતી સાથે મળીને જેડીએસએ દાવ રમી ગયું

કર્ણાટકમાં માયાવતી સાથે મળીને જેડીએસએ દાવ રમી ગયું

2018 વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો માયાવતીને સાથે રાખીને જેડી-એસએ આ ચૂંટણી લડી છે. કર્ણાટકમાં લગભગ 24 ટકા દલિત છે. કર્ણાટકમાં જેડી-એસની સૌથી મોટી તાકાત વોક્કાલિગા સમુદાય છે. જેમની વસતી 12 ટકા છે. ગોલ્ડ મસૂરી ક્ષેત્રમાં તેમનો સારોએવો પ્રભાવ છે. 224 સીટોવાળી કર્ણાટક વિધાનસભામાં લગભગ 53 સીટ એવી છે જ્યાં વોક્કાલિગા સમુદાયનો પૂરો પ્રભાવ પડે છે. ગયા વખતે કોંગ્રેસે અહીં 25 સીટ પર જીત મેળવી હતી, જ્યારે જેડી-એસને 23 સીટ જીતવામાં સફળતા મળી હતી. આ વિસ્તારમાં માત્ર 2 સીટ જીતીને જ ભાજપે સંતોષ માનવો પડ્યો હતો.

English summary
after yeddyurappa resign kumaraswamy will be next cm of karnataka, read here full profile of jds
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X