કાશ્મિરમાં અફઝલ ગુરુની કબર તૈયાર
સરકાર દ્વારા મૃતદેહ ના મળ્યા બાદ આ લોકોએ તેના ખાલી કબરને કબરગાહ માની લીધી છે. લોકોએ જે મજાર એ શૌદામાં અફઝલ ગુરુની કબર તૈયાર કરી છે તે જ મજરમાં મકબુલ બટ્ટને પણ દફનાવવામાં આવ્યા હતા. મકબુલ બટ્ટ જમ્મુ કાશ્મિર લિબરેશન ફ્રન્ટના સંસ્થાપક સભ્યોમાના એક છે અને ખાસ વાત એ છે કે તેને પણ તિહાર જેલમાં 11 ફેબ્રુઆરી 1984માં ફાંસી આપવામાં આવી હતી. અલગાવવાદીઓએ તેમની ખાલી કબરને પણ બનાવી હતી અને હવે સંસદ હુમલાના આરોપી અફઝલ ગુરુની પણ ખાલી કબર અહીં બનાવવામાં આવી છે. અફઝલ માટે ખાલી કબર બનાવવા માટે જેકેએલએફ ગુટના અધ્યક્ષ તાહિર અહમદ મીરનું કહેવું છે કે અમે કબર પર અફઝલ ગુરુના અવશેષોની માંગ કરતા પથ્થરો લગાવ્યા છે. જેથી સરકાર અમારી ભાવનાઓને સમજતા અફઝલનું મૃતદેહ અમને સૌંપે.
નોંધનીય છે કે અફઝલને ફાંસી આપ્યા બાદ દિલ્હીની તિહાર જેલમાં જ દફનાવવામાં આવ્યો છે, પરંતુ અફઝલનો પરિવારજનો તેના મૃતદેહની માંગ કરી રહ્યાં છે, ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે મે આ વાત પર વિચાર કરી રહ્યાં છીએ, પરંતુ અત્યારસુધી સરકાર તરફથી એ દિશામાં કોઇ કામ કરવામાં આવ્યું નથી. આ પહેલા સરકારે તેમના પરિવારજનોને તેના કબરગ્રાહ પર ફતિહા વાંચવાની મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ તેના પરિવારજનોએ તેમના આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો અને કહ્યું કે તેમને અફઝલનો મૃતદેહ સોંપવામાં આવે.