અગ્નિ-5 મિસાઇલનું થયું સફળ પરીક્ષણ, બેઇજિંગ લાગી શકશે નિશાન
ઇટરકોન્ટિનેન્ટલ બૈલિસ્ટિક મિસાઇલ અગ્નિ 5નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. રક્ષા અનુસંધાન એવમ વિકાસ સંગઠન દ્વારા ઓડિસ્સાના વ્હીલર આઇલેન્ડ પર લગભગ બે વર્ષ પછી તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ અગ્નિ-5 મિસાઇલ આઇસીબીએમ ટેકનોલોજીને આધારીત છે. અને તેની રેન્જ 5,000 કિમીથી વધારે છે. ભારતથી પહેલા અમેરિકા, રશિયા, ફ્રાંસ અને ચીન પાસે આવી મિસાઇલ ટેકનોલોજી છે.
ડીઆરડીઓ દ્વારા 4 વર્ષની મહેનત પછી આ મિસાઇલને બનાવવામાં આવી છે. જેને બનાવવા માટે અત્યાર સુધીમાં 50 કરોડ રૂપિયા લાગ્યા છે. આ મિસાઇલનું વજન 50 ટન અને તેની લંબાઇ 17.5 મીટર છે. અને તે એક ટન પરમાણુ હથિયાર લઇ જવા માટે સક્ષમ છે. અને ખાલી 20 મિનિટમાં આ મિસાઇલ 5000 કિમીનું અંતર કાપી શકે છે. ચીન અને યુરોપના અનેક મહત્વના વિસ્તારોમાં આ મિસાઇલ પહોંચી શકવા સક્ષમ છે. નોંધનીય છે કે આ મિસાઇલ સેટેલાઇટને પણ નષ્ટ કરવામાં ઉપયોગી સાબિત થઇ શકે તેમ છે.