For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હેલિકોપ્ટર કૌભાંડઃ વચેટિયા મિશેલને ભારત લવાયો, લીધી હતી 225 કરોડની દલાલી

હેલિકોપ્ટર કૌભાંડઃ ત્રણમાંથી એક દલાલ મિશેલને ભારત લવાયો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 3600 કરોડના ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાંડ મામલે ભારતીય એજન્સીઓને મોટી સફળતા મળી છે. આ મામલામાં વચેટિયા ક્રિશ્ચિયન મિશેલની ધરપકડ કરી લેવામાં આવી છે. મંગળવારે મોડી રાત્રે મિશેલને દુબઈથી ભારત લાવવામાં આવ્યો. દુબઈ જેલમાં બંધ મિશેલને પ્રત્યર્પણ અંતર્ગત આજે ભારત લાવવામાં આવ્યો. મળેલ જાણકારી મુજબ સીબીઆઈની ટીમ મિશેલની એરપોર્ટ પર જ ધરપકડ કરશે અને ત્યાંથી સીધો તેને સીબીઆઈ હેડક્વાર્ટર લાવવામાં આવશે. મિશેલને બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ઓપરેશન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના નેતૃત્વમાં ચલાવવામાં આવશે.

એક ટીમ દુબઈ ગઈ હતી

એક ટીમ દુબઈ ગઈ હતી

સીબીઆઈના અધિકારીએ જણાવ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના માર્ગદર્શનમાં આ આખું ઓપરેશન ઈન્ચાર્જ ડિરેક્ટર એમ. નાગેશ્વર રાવ દ્વારા કરવામાં આવ્યું. એ. સાઈ મનોહર જોઈન્ટ ડિરેક્ટર, સીબીઆઈના નેતૃત્વમાં એક ટીમ આ કામ માટે દુબઈ ગઈ હતી. કૌભાંડ મામલે ક્રિશ્ચિયન મિશેલને સીબીઆઈ દ્વારા ઔપચારિક રીતે આજે સવારે ભારત આવ્યા બાદ દબોચી લેવામાં આશે. આજે જ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

દુબઈની અદાલતે નીચલી અદાલતનો ફેસલો યથાવત રાખ્યો

દુબઈની અદાલતે નીચલી અદાલતનો ફેસલો યથાવત રાખ્યો

ભારતે આ ખાડી દેશને ઔપચારિક રીતે બ્રિટિશ મૂળના ક્રિશ્ચિયન મિશેલ જેમ્સ (54)નું પ્રત્યાર્પણ કરાવવા માટે અપીલ કરી હતી. સરકારની આ અપીલ સીબીઆઈ અને ઈડી તરફથી રવામાં આવેલ ગુનાહિત તપાસ પર આધારિત હતી. દુબઈની જેલમાં બંધ મિશેલ ભારત પ્રત્યર્પણ પર સુનાવણી કરતા ગયા મહિને જ દુબઈની અદાલતે નીચલી અદાલતનો ફેસલો યથાવત રાખતા માન્યું હતું કે મિશેલનું ભારત પ્રત્યાર્પણ કરી શકાય છે.

225 કરોડ રૂપિયાની દલાલી લીધી હતી

225 કરોડ રૂપિયાની દલાલી લીધી હતી

વચેટિયા મિશેલને ફેબ્રુઆરી 2017માં યૂએઈમાંધી દબોચી લેવામાં આવ્યો હતો. મિશેલના વકીલે આરોપ લગાવ્યો હતો કે ભારતીય તપાસ એજન્સી સીબીઆઈ એમના ક્લાયન્ટ પર દબાણ બનાવી રહ્યા છે. જો કે તપાસ એજન્સીઓએ મિશેલના વકીલના આ આરોપોને ફગાવી દીધા હતા. ઈડીએ મિશેલ વિરુદ્ધ જૂન 2016માં જાહેર કરેલ પોતાના આરોપ પત્રમાં કહ્યું છે કે તેણે ઓગસ્ટા વેસ્ટલેન્ડ મામલામાં 225 કરોડ રૂપિયાની દલાલી લીધી હતી.

12 હેલિકોપ્ટર ખરીદ્યાં હતાં

12 હેલિકોપ્ટર ખરીદ્યાં હતાં

આ મામલામાં ગુઈદો હાશ્કે અને કાર્લો ગેરોસા ઉપરાંત મિશેલ ત્રીજો કથિત દલાલ છે. અદાલત દ્વારા ક્રિશ્ચિયન મિશેલ વિરુદ્ધ બિનજામીનલાયક વોરન્ટ ઈસ્યૂ કર્યા બાદ એજન્સીઓએ ઈન્ટરપોલ રેડ કોર્નર નોટિસ જાહેર કરી દીધી હતી. વીવીઆઈપી હેલિકોપ્ટર ઓગસ્ટા વેસ્ટલેન્ડ મામલામાં 12 હેલિકોપ્ટર ખરીદવામાં આવ્યાં હતાં. આના માટે મિશેલ સહિત ત્રણેય વચેટીયાઓ દ્વારા કથિત રૂપથી બે ભારતીયોને લાંચ આપવામાં આવી હતી. મિશેલે દુબઈની પોતાની કંપની ગ્લોબલ સર્વિસિઝ દ્વારા આ રકમ હાંસલ કરી હતી.

સિખ વિરોધી રમખાણઃ બે સભ્યોની SIT કરશે 186 કેસની તપાસસિખ વિરોધી રમખાણઃ બે સભ્યોની SIT કરશે 186 કેસની તપાસ

English summary
AgustaWestland chopper scam: Christian Michel taken to Dubai airport for extradition to India delhi dubai
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X