For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અગસ્ટા વેસ્ટલેન્ડે આપ્યો ભારત સરકારની નોટિસનો જવાબ

By Super
|
Google Oneindia Gujarati News

VVIP-chopper-deal
નવી દિલ્હી, 23 ફેબ્રુઆરીઃ વીવીઆઇપી હેલિકોપ્ટર લાંચ કાંડમાં અગસ્ટા વેસ્ટલેન્ડે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી નોટિસનો જવાબ આપ્યો છે, કરારમાં કંઇ જ ખોટું કરવામાં આવ્યું નથી અને કરારમાં જરૂરી નિયમ-કાયદાઓનું પાલન કરવામાં આવ્યું.

15 ફેબ્રુઆરીએ ભારત સરકારે હેલિકોપ્ટર બનાવનારી કંપની અગસ્ટા વેસ્ટલેન્ડને નોટિસ મોકલીને પૂછ્યું હતું કે ત્રણ હજાર છસ્સો કરોડના હેલિકોપ્ટર કરારમાં લાંચના આરોપો બાદ તેને શા માટે રદ કરવામાં કેમ ના આવે. ત્યારબાદ હવે શુક્રવારે અગસ્ટા વેસ્ટલેન્ડે નોટીસનો જવાબ આપ્યો છે.

અગસ્ટા વેસ્ટલેન્ડે કહ્યું છે કે અમે ભારત સરકારને કારણ બતાવો નોટિસનો જવાબ સમય સીમા હેઠળ આપવામાં આવ્યો છે. અમે ભારતના રક્ષા મંત્રાલયને જણાવ્યું છે કે હેલિકોપ્ટર કરાર ભારત સરકારના કાયદાઓ અનુસાર કરવામાં આવ્યો છે અને તેમાં અમે કંઇ પણ ખોટું કર્યું નથી. અમારી કંપનીએ તમામ નિયમોને ધ્યાનમાં રાખીને હેલિકોપ્ટર કરાર કર્યાં છે. ભારતીય વાયુસેનાએ વિસ્તારથી તપાસ કરીને અગસ્ટા વેસ્ટલેન્ડને ત્રણ હજાર છસ્સો કરોડ રૂપિયાનો આ કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો.

હાલ અગસ્ટા વેસ્ટલેન્ડના જવાબને રક્ષા મંત્રાલય વાંચી રહ્યું છે અને માનવા આવી રહ્યું છે કે આગામી કેટલાક સમયમાં અગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કરારના ભવિષ્ય અંગે નિર્ણય કરવામાં આવશે.

વીવીઆઇપી અગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કરારમાં કથિત લાંચનો ખુલાસો ત્યારે થયો જ્યારે 12 ફેબ્રુઆરીએ ફિનમેક્કનિકા કંપની અને અગસ્ટા વેસ્ટલેન્ડના સીઇઓની ધરપકડ કરવામાં આવી.

આરોપ છેકે 12 હેલિકોપ્ટરે ત્રણ હજાર છસ્સો કરોડના આ કરારમાં કંપનીએ 362 કરોડની લાંચ આપી હતી. આ લાંચ ત્યારના વાયુસેનાધ્યક્ષ અને તેના ત્રણ સંબંધીઓને ઘણી કંપનીઓ થકી પહોંચાડવામાં આવી.

પૂર્વ વાયુસેનાધ્યક્ષ એસપી ત્યાગી અને તેના સંબંધીઓએ આરોપોને ખારીજ કરી દીધા છે. મામલાની તપાસ માટે સીબીઆઇ અને રક્ષા મંત્રાલયની એક સંયુક્ત ટીમ ઇટલી જઇ ચૂકી છે.

English summary
AgustaWestland replies to govt notice, chopper deal fate to be decided
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X