For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

J&K: ચૂંટણી પહેલા 250 આતંકવાદીઓ ઘૂસણખોરીની ફિરાકમાં

J&K: ચૂંટણી પહેલા 250 આતંકવાદીઓ ઘૂસણખોરીની ફિરાકમાં

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાં થનાર નગરપાલિકાની ચૂંટણીઓમાં અડચણ પેદા કરવા માટે સીમા પારથી આતંકવાદીઓનું મોટું ગ્રુપ ઘૂસણખોરી કરવાની તૈયારમાં લાગ્યું છે. ભારતીય આર્મીએ રવિવારે કહ્યું કે સીમાને પેલે પાર કેટલાય લૉન્ચ પેડ પર 250થી વધુ આતંકવાદીઓ ઘૂસણખોરી કરવા માટે રાહ જોઈને બેઠા છે. જો કે સેનાએ કહ્યુ્ં કે આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોંફ્રેન્સના ત્રણ લોકોની ગોળી ધરબી દીધી હતી, જેમાંથી બે મૃત્યુ પામ્યા હતા.

સેના હાઈ અલર્ટ પર

સેના હાઈ અલર્ટ પર

લેફ્ટિનેન્ટ જનરલ એકે ભટ્ટે કહ્યું કે લાઈન ઑફ કંટ્રોલને પેલે પાર 250થી વધુ આતંકવાદીઓ ઘુસણખોરીની કોશિશ કરી રહ્યા છે, પરંત અમારા જવાન પણ આ પડકારનો સામનો કરવા માટે તૈયાર છે. એમણે કહ્યું કે આગામી કેટલાક મહિનામાં ઘૂસણખોરીની સંખ્યાં વધી શકે છે, પરંતુ સેનાના જવાબ એમના નાપાક ઈરાદાઓને નાકામ કરવા માટે હાઈ અલર્ટ પર છે.

CRPF અને પોલીસની સાથે સેના સંભાળશે મોર્ચો

CRPF અને પોલીસની સાથે સેના સંભાળશે મોર્ચો

બોડી ઈલેક્શનની સુરક્ષાના સવાલ પર જનરલ ભટ્ટે કહ્યું કે સીઆરપીએફ અને રાજ્ય પોલીસની સાથે સેનાના જવાન પણ કોઓર્ડિનેટ કરી રહ્યા છે. એમણે કહ્યું કે સફળ ચૂંટણી યોજવા માટે સેના દિવસરાત કામ કરી રહી છે. જમ્મુ અને કાશ્મીરમાં 8 ઓક્ટોબરે પહેલા તબક્કાનું મતદાન થશે, જે બાદ બીજા ચરણમાં 10મી ઓક્ટોબરે મત નાખવામાં આવશે. અને 13 તથા 16 ઓક્ટોબરે ત્રીજા અને ચોથા તબક્કાનું મતદાન કરવામાં આવશે. 20 ઓક્ટોબરે મતગણતરી થશે. ઉલ્લેખનીય છે કે નેશનલ કોંફ્રેન્સ અને પીડીપી જેવી રાજ્યની મોટી પાર્ટીઓએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.

ઘાટીમાં 300 આતંકવાદીઓ સક્રિય

ઘાટીમાં 300 આતંકવાદીઓ સક્રિય

જનરલ ભટ્ટે કહ્યું કે આ સમયે 300 આતંકવાદીઓ ઘાટીમાં સક્રિય છે જેમાંથી કેટલાયનું નવું રિક્રુટમેન્ટ થયું છે. હાલમાં જ ઘાટીના કેટલાય યુવાઓ તેજીથી આતંકવાદી સંગઠનોમાં સામેલ થઈ રહ્યા છે. જનરલ ભટ્ટે કહ્યું કે દક્ષિણ કાશ્મીરના લોકોએ ઉત્તરી કાશ્મીરમાંથી કંઈક શીખવું જોઈએ, અને કોઈપણ આતંકવાદીને શરણ ન આપવા જોઈએ. ભટ્ટે આગળ કહ્યું કે 1947થી જ ઉત્તરી કાશ્મીરના લોકો એમને સપોર્ટ કરી રહ્યા છે. આ વિસ્તારના છોકરાઓની ભરતી કરવા માટે અમારા તરફથી પૂરી કોશિશ કરવામાં આવી રહી છે.

ડેઈલીહંટ ટ્રસ્ટ ઑફ ધી નેશન પોલઃ શું મોદી સરકારને બીજો એક મોકો આપવો જોઈએ?ડેઈલીહંટ ટ્રસ્ટ ઑફ ધી નેશન પોલઃ શું મોદી સરકારને બીજો એક મોકો આપવો જોઈએ?

English summary
Ahead of Jammu Kashmir Polls, 250 terrorist wait to infiltrate from Pakistan, Army on high alert
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X