અમદાવાદ: ઉત્તરાયણને હજુ મહિનો બાકી, દોરી રંગવાનું કામ થઇ ગયુ શરૂ
અમદાવાદમાં ઉતરાયણનો માહોલ ધીમેધીમે જામી રહ્યો છે. પતંગ દોરી રંગવા માટે યુ.પી.માંથી આવેલા સ્પેશિયલ કારીગરોએ પણ અમદાવાદમાં વિવિધ સ્થળે ધામા નાંખી દીધા છે. ખાસ કરીને અલ્હાબાદથી દોરી રંગવાના કારીગરો દર વર્ષે મોટી સંખ્યામાં અમદાવાદ આવતા હોય છે. કોરોનાકાળમાં આ કારીગરો બેકારીનો સામનો કરવો પડયો હતો. હવે આ વર્ષે સારી એવી આવક મળશે તેવી આશા કારીગરો રાખી રહ્યા છે.
આગામી 14 જાન્યુઆરીએ ઉતરાયણનો પર્વ છે. પતંગ-દોરીની બોલબાલા રહેશે. શોખીનોએ અત્યારથી જ દોરીઓ રંગાવાનું શરૂ કરી દીધું છે. આ માટેના કારીગરો પણ રોડ પર દેખાવા માંડયા છે.
દોરી રંગનાર કારીગરના જણાવ્યા મુજબ છેલ્લા બે વર્ષથી કોરોનાને લઇને આ ધંધામાં કોઇ બરકત આવી નહતી. દોરી રંગવાના કારીગરો છેલ્લા બે વર્ષથી બેકારીનો સામનો કરી રહ્યા છે. આ વર્ષે ધંધામાં સારી એવી ધરાકી નીકશે તેવું લાગી રહ્યું છે. હજાર વાર દોરી રંગવાનો ભાવ 40 થી 60 રૂપિયાનો બોલાઇ રહ્યો છે.
યુપીના ઇલ્હાબાદથી દોરી રંગવાના સ્પેશિયલકારીગરો અમદાવાદમાં દર વર્ષે આવતા હોય છે. મહિના પહેલા તેઓ સરસામાન અને કારીગરો લઇને આવીને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં તંબુ તાણી બાંધે છે. કારીગરોના જણાવ્યા મુજબ હાલમાં ઓર્ડર આવવાના શરૂ થઇ ગયા છે. જેમ જેમ દિવાળી નજીક આવતી જશે તેમ તેમ ઘરાકી નીકળશે. ઉતરાયણના આગલા દિવસ સુધી મોડી રાત સુધી દોરી રંગવાનું કામ ચાલતું હોય છે.
ઉતરાયણના તહેવારમાં એક મહિનામાં કારીગરો ખૂબ જ મહેનત કરે છે. દોરી રંગવા માટે માલ બનાવવો, દોરી પાક્કી બને તે માટે વિવિધ કલક, વસ્તુઓનો ઉપયોગ કરવો પડે છે. આ વર્ષે સારી એવી ઘરાકી નીકળવાની આશા તેઓ રાખી રહ્યા છે.