For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એઈમ્સે જાહેર કર્યુ છેલ્લુ મેડીકલ બુલેટિન કહ્યુ, ‘નથી રહ્યા અટલજી'

એઈમ્સ તરફથી જાહેર કરાયેલ મેડીકલ બુલેટિનમાં જણાવવામાં આવ્યુ કે 16 ઓગસ્ટ, 2018 ના રોજ સાંજે 5.05 વાગે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું નિધન થઈ ગયુ.

|
Google Oneindia Gujarati News

પૂર્વ પ્રધાનમંત્રી અને દેશના સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્નથી સમ્માનિત અટલ બિહારી વાજપેયી હવે આપણી વચ્ચે નથી રહ્યા. એઈમ્સમા ગુરુવારે સાંજે 5.05 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા. સાંજે લગભગ 5.35 વાગે એઈમ્સ તરફથી અટલ બિહારી વાજપેયીનું છેલ્લુ બુલેટિન જાહેર કરીને આ જાણકારી આપવામાં આવી. વાજપેયી લગભગ 9 સપ્તાહથી એઈમ્સમાં ભરતી હતા. સવારે જ તેમની તબિયત અંગે લોકોની નજર એઈમ્સ પર ટકી ગઈ હતી. દરેક જણ તેમની તબિયત અંગે જાણવા ઈચ્છતા હતા. જો કે સાંજે સાડા પાંચ વાગ્યા પછી એઈમ્સ તરફથી તેમની તબિયત અંગે છેલ્લુ મેડીકલ જાહેર કરવામાં આવ્યુ.

aims

એઈમ્સ તરફથી જાહેર કરાયેલ મેડીકલ બુલેટિનમાં જણાવવામાં આવ્યુ કે 16 ઓગસ્ટ, 2018 ના રોજ સાંજે 5.05 વાગે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું નિધન થઈ ગયુ. વાજપેયીજીને 11 જૂને એઈમ્સમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. એઈમ્સના ડૉક્ટરોની એક ટીમની સારવાર હેઠળ છેલ્લા 9 સપ્તાહથી તેમની સ્થિતિ સ્થિર હતી. દૂર્ભાગ્યવશ છેલ્લા 36 કલાક દરમિયાન તેમની સ્થિતિ કથળતી જોવા મળી રહી હતી. તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. ડૉક્ટરોની પૂરી કોશિશો છતાં આજે આપણે તેમને ખોઈ દીધા.

તમને જણાવી દઈએ કે અટલ બિહારી વાજપેયીને 11 જૂને યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનની ફરિયાદને પગલે એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. બુધવારે સવારે તેમની તબિયત કથળતા તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન પ્રધાનમં6 નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, ગૃહમંત્રી રાજનાથ સિંહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત ઘણા મોટા રાજનેતાઓ તેમની ખબર પૂછવા માટે એઈમ્સ પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ નહેરુની 'અટલ' ભવિષ્યવાણી અને વાજપેયીના એ શબ્દ જે ઈતિહાસ બની ગયાઆ પણ વાંચોઃ નહેરુની 'અટલ' ભવિષ્યવાણી અને વાજપેયીના એ શબ્દ જે ઈતિહાસ બની ગયા

English summary
AIIMS Final medical bulletin: Former Prime Minister and Bharat Ratna Atal Bihari Vajpayee passes away.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X