Air Force Day: આજે દુનિયા જોશે ભારતીય વાયુસેનાની તાકાત અપાચે, ચિનકૂ બતાવશે દમ
આજે એટલે કે મંગળવારે 87મો એરફોર્સ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે ત્રણે સેનાના પ્રમુખે નવી દિલ્લીના વૉર મેમોરિયલ પર જઈને જવાનોને શ્રદ્ધાંજલિ આપી. વળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વાયુસેના દિવસના પ્રસંગે અભિનંદનના સંદેશ આપ્યા. પીએમ મોદીએ પોતાના ટ્વીટમાં એક વીડિયો જારી કર્યો જેમાં તેમણે અત્યાર સુધી લડવામાં આવેલી લડાઈ, ઈમરજન્સી દરમિયાન મદદ માટે વાયુસેનાને સલામ કર્યા.
વાયુયેના દિવસના પ્રસંગે આ વર્ષે પણ ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર વાયુસેના પોતાની તાકાત બતાવશે. આ વખતે કાર્યક્રમમાં પહેલી વાર ચિનકૂ અને અપાચે હેલિકોપ્ટર પોતાનો દમ બતાવશે. કાર્યક્રમમાં કુલ 54 એરક્રાફ્ટ ભાગ લેશે જેમાં 19 ફાઈટર પ્લેન, 7 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને વીસ હેલીકોપ્ટર પણ શામેલ થશે. તમને જણાવી દઈએ કે વાયુસેના દિવસા પ્રસંગે આજે તેમની તાકાતને પણ પ્રોત્સાહન મળશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે ફ્રાંસમાં ભારતના પહેલા ફાઈટર વિમાન રાફેલને રિસીવ કરશે.
Today, on Air Force Day, a proud nation expresses gratitude to our air warriors and their families. The Indian Air Force continues to serve India with utmost dedication and excellence. pic.twitter.com/iRJAIqft11
— Narendra Modi (@narendramodi) 8 October 2019
તમને જણાવી દઈએ કે 8 ઓક્ટોબર વર્ષ 1932ના રોજ ભારતીય વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસને એરફોર્સ ડે તરીકે મનાવવામાં આવે છે. 1 એપ્રિલ વર્ષ 1933ના રોજ પહેલા જૂથની રચના કરવામાં આવી હતી જેમાં 6આરએએફ-ટ્રેન્ડ ઑફિર અને 19 હવાઈ સિપાહીઓને શામેલ કરવામાં આવ્યા હતા. ભારતીય વાયુસેનાની તાકાતને દુનિયાએ હંમેશા જોઈ છે. પછી ભલે તે પાકિસ્તાન સાથે યુદ્ધ હોય કે પછી હાલમાં જ કરવામાં આવેલી એરસ્ટ્રાઈક.
આ પણ વાંચોઃ Dussehra 2019: જાણો રાવણ વિશે અમુક ચોંકાવનારી વાતો