For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એર ઇન્ડિયાની ફ્લાઇટ અફઘાનિસ્તાન નહીં જાય, એરસ્પેસ ચાલુ ન થાય ત્યાં સુધી ઓપરેશન ઠપ્પ

અફઘાનિસ્તાન દ્વારા એરસ્પેસ બંધ કરવાના નિર્ણય બાદ એર ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે કાબુલ માટે તેનું ઓપરેશન રોકાયુ છે.

|
Google Oneindia Gujarati News

અફઘાનિસ્તાન દ્વારા એરસ્પેસ બંધ કરવાના નિર્ણય બાદ એર ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે કાબુલ માટે તેનું ઓપરેશન રોકાયુ છે. આ સ્થિતિમાં એર ઇન્ડિયાની દિલ્હીથી કાબુલ ની ફ્લાઇટ, જે અગાઉ રાત્રે 8:30 ને બદલે 12:30 વાગ્યે ઉડાન ભરવાની હતી તે હવે ઉડાન નહી ભરે.સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, એર ઈન્ડિયાએ પુષ્ટિ કરી છે કે અફઘાનિસ્તાન જવા માટેનો હવાઈ માર્ગ બંધ હોવાને કારણે તે ફ્લાઈટનું સંચાલન કરી શકતા નથી. બીજી તરફ ભારત સરકારે એર ઈન્ડિયાન બે વિમાન સ્ટેન્ડ બાય રાખવા કહ્યુ છે અને એર ઈન્ડિયાએ કાબુલથી દિલ્હી સુધી ઈમરજન્સી કામગીરી માટે એક ટીમ તૈયાર કરી છે.

Air India

આ દરમિયાન અમેરિકાએ કહ્યું છે કે તે અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા અને રાષ્ટ્રપતિ અશરફ ગનીના શાસનના પતન વચ્ચે અફઘાનિસ્તાનથી તેના નાગરિકો, સહયોગીઓ અને સાથીઓની સલામતી માટે કાબુલ એરપોર્ટ પર 6,000 સૈનિકો તૈનાત કરશે. વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકને મહત્વના સાથી દેશોના તેમના સમકક્ષો સાથે વાત કરી. જોકે આમાં ભારતનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.

અમેરિકા અને યુરોપિયન યુનિયનના નેતૃત્વમાં 60 થી વધુ દેશોએ સંયુક્ત નિવેદન બહાર પાડીને અફઘાનિસ્તાનમાં હોદ્દા પર રહેલા લોકોના જીવન અને સંપત્તિની સુરક્ષા તેમજ નાગરિક વ્યવસ્થાની પુન: સ્થાપના માટે જવાબદારી લેવા અને તાત્કાલિક પગલા ભરવા વિનંતી કરી છે.

આ નિવેદનમાં કહેવાયુ છે કે, "આગામી 48 કલાકમાં, લગભગ 6000 સુરક્ષા કર્મચારીઓ ત્યાં તૈનાત કરવામાં આવશે. તેમનું મિશન લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મદદ કરવાનું રહેશે અને તેઓ એર ટ્રાફિક નિયંત્રણ પણ સંભાળશે. કાલે અને આવનારા દિવસોમાં અમે હજારો અમેરિકન નાગરિકો, મિશન પર રહેલા સ્થાનિક લોકો અને તેમના પરિવારોને બહાર કાઢીશું. છેલ્લા બે સપ્તાહમાં ખાસ વિઝા ધરાવતા લગભગ 2 હજાર લોકો કાબુલથી અમેરિકા પહોંચ્યા છે.

અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે બ્લિંકને ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની અને નોર્વેમાં તેના સમકક્ષો સાથે અફઘાનિસ્તાનની સ્થિતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર વાત કરી છે. ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઇસે કહ્યું કે યુએસ એમ્બેસીના કર્મચારીઓને બહાર કાઢવાનું કામ પૂર્ણ થઇ ગયું છે.

English summary
Air India flights not to go to Afghanistan, operation halted until airspace resumes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X