For Quick Alerts
For Daily Alerts
પાઇલોટ ટોયલેટ જતો રહેતા, મુશ્કેલીમાં મુકાયા મુસાફરો
ભોપાલ, 15 મેઃ દિલ્હીથી બેંગ્લોર તરફ જઇ રહેલી એર ઇન્ડિયાની આઇએ 403 વિમાન અજીબોગરીબ સ્થિતિમાં ભોપાલ હવાઇ મથકે ઉતારવામાં આવ્યું હતું. વિમાન યાત્રીઓને કંઇ થયું નથી, પંરતુ ફ્લાઇટ કમાન્ડર થોડા સમય માટે ટોયલેટ જતો રહેતા, આ મુશ્કેલી સર્જાઇ હતી.
બનાવની જાણકારી અનુસાર ટોયલેટથી જ્યારે ફ્લાઇટ કમાન્ડર પરત ફર્યો ત્યારે કોકપિટનો દરવાજો ખુલી રહ્યો નહોતો. દરવાજાને ખોલવા માટે અનેક નિષ્ફળ પ્રયાસો કરવામાં આવ્યા હતા. તે સમટે કોકપિટમાં વિમાનના સહ ચાલક અને એક ટ્રેઇની પાયલોટ હાજર હતા. ત્યારબાદ સહ ચાલકે અધિકારીઓની મંજૂરી લઇને વિમાને ભોપાલ તરફ વાળી લીધું હતું અને ત્યાં સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.
ભોપાલમાં એન્જિનિયર્સે કોકપિટનો દરવાજો ઠીક કર્યો અને પછી નાગરીક ઉડ્ડયન મહાનિદેશાલય તરફથી પરવાનગી મળ્યા બાદ વિમાન બેંગ્લોર તરફ રવાના થયું હતું. એર ઇન્ડિયા તરફથી જારી કરવામાં આવેલી પ્રેસ રિલિઝ અનુસાર આ સ્થિતિ દરમિયાન તમામ સુરક્ષા વ્યવસ્થાનું પાલન કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં વિમાનના મુસાફરો, ચાલક દળ અને સભ્યોની સુરક્ષાને કોઇ ખતરો પહોંચ્યો નથી.