કેરળના કોઝીકોડમાં એર ઈન્ડિયાના વિમાનનું ક્રેશ લેન્ડિંગ, 191 યાત્રી સવાર હતા
કેરળથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. કેરળના કોઝીકોડમાં રનવે પર વિમાન લપસતાં અકસ્માત સર્જાયો છે. કોઝીકોડના કરીપુર એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન ઉતરતી વખતે લપસી ગયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે વિમાનમાં 191 યાત્રી સવાર હતા. હાલ વિમાન લપસવાનું કારણ જાણવા નથી મળ્યું. આ ઘટનામાં કેટલા મુસાફરોને નુકસાન પહોંચ્યું તે અંગે કંઈ જાણી શકાયું નથી. હજી સુધી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
Coronavirus: ભારતમાં રિકવરી રેટ 68%ની નજીક પહોંચ્યો, મૃત્યુદર પણ ઘટ્યો
જણાવી દઈએ એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન IX1344 દુબઈથી આવી રહ્યું હતું. લેન્ડિંગ દરમિયાન પ્લેન લપસી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મળી રહેલી માહિતી મુજબ વિમાનના બંને પાયલટ મૃત્યુ પામ્યા છે. જ્યારે 50 જેટલા યાત્રીએ ઈજાગ્રસ્ત થયા. તમામ ઘાયલોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.
મળતી વિગતો મુજબ આ ફ્લાઈટ વંદે ભારત મિશનની હતી. પ્લેન લપસ્યા બાદ બાજુના ખાડામાં ખાબક્યું હતું જેને પગલે વિમાનના બે ભાગ થઈ ગયા હતા. લેન્ડિંગ પહેલા કેરળમાં ભારે વરસાદ થયો હતો જેને કારણે રનવે પણ ભીંજાયેલા હતા. આ દરમિયાન વિમાનમાં ટેક્નિકલ સ્થિતિ કેવી હતી તે અંગે પણ તપાસ કરવામાં આવશે.