For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: એર ઇન્ડિયા પ્લેનમાં ઉડાન દરમિયાન બારી પડી, ત્રણ ઘાયલ

અમૃતસર થી દિલ્હી જઈ રહેલું એર ઇન્ડિયા વિમાન એક મોટું દુર્ઘટના થતા બચી ગયું. પરંતુ વિમાનને ઝટકાનો સામનો કરવો પડ્યો.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

અમૃતસર થી દિલ્હી જઈ રહેલું એર ઇન્ડિયા વિમાન એક મોટું દુર્ઘટના થતા બચી ગયું. પરંતુ વિમાનને ઝટકાનો સામનો કરવો પડ્યો. જેના કારણે વિમાનની અંદર બારીનો અંદરનો ભાગ પડી ગયો. વિમાનની અંદર બેઠેલા ત્રણ યાત્રીઓ પણ ઘાયલ થયા હતા. ઝટકા પછી વિમાનની અંદર અફરાતફરી ફેલાઈ અને યાત્રીઓ ખુબ જ ડરી ગયા. એરહોસ્ટેસ્ટ અને વિમાન સ્ટાફે યાત્રીઓને સંભાળ્યા હતા.

air india

રવિવારે એર ઇન્ડિયા વિમાનમાં અચાનક ઝાટકો લાગ્યો. અચાનક ઝાટકો લાગવાને કારણે વિન્ડો પેનલ તૂટીને એક પેસેન્જરના માથા પર પડી, જેથી તે ઘાયલ થયો અને તેની સાથે અન્ય બે લોકોને પણ ઇજા પહોંચી હતી. ખબર અનુસાર પેસેન્જરે સીટ બેલ્ટ પહેર્યો ના હતો જેને કારણે તેને ઇજા થયી હતી. આવી થતું જોઈને વિમાનમાં બેઠેલા યાત્રીઓ ગભરાઈ ગયા અને વિમાનમાં હડકંપ મચી ગયો.

એટલું જ નહીં પરંતુ ઝાટકો લાગવાની સાથે જે વિમાનમાં રહેલા ઓક્સિજન માસ્ક પણ નીચે આવી ગયા. એરલાઇન ઑર્થોરિટી અને એવિયેશન એજેન્સી પણ આવું જોઈને હેરાન થઇ ગયી. એર ઇન્ડિયાના એક વરિષ્ઠ અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ ખુબ જ અજીબ ઘટના છે. આખા મામલા અંગે જાંચ ચાલી રહી છે. હાલમાં દિલ્હી લેન્ડ કરવાની સાથે જ ત્રણે ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ગયા છે. તેમને જણાવ્યું કે ઘાયલ થયેલાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

આપને જણાવી દઈએ કે વિમાનમાં ઝાટકો ખરાબ મોસમને કારણે લાગે છે. ઉંચાઈ પર વિમાનમાં ઝાટકો લાગવું ખુબ જ સામાન્ય બાબત છે. પરંતુ ઝટકાને કારણે વિમાનની બારીનો હિસ્સો તૂટી જાય તે યાત્રીઓ માટે ખતરનાક છે.

English summary
Air India plane hits turbulence three injured window panel falls off
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X