For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના સામે ભારતની જંગ, પાકિસ્તાનની ATCએ વખાણ કર્યાં, કહ્યું- અમને તમારા પર ગર્વ છે

કોરોના સામે ભારતની જંગ, પાકિસ્તાનની ATCએ વખાણ કર્યાં, કહ્યું- અમને તમારા પર ગર્વ છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આવા અવસર બહુ ઓછા જોવા મળતા હોય છે જ્યારે પાડોસી દેશ પાકિસ્તાને ભારત માટે અથવા ભારતીયો માટે વખાણ કર્યાં હોય. પાકિસ્તાને કોરોના વાયરસ વિરુદ્ધ જંગ લડી રહેલ ભારતના કામના વખાણ કર્યાં છે. કોરોનાની જંગમાં એઈન્ડિયાએ મહત્વની ભૂમિકા નિભાવી છે. વિદેશમાં ફસાયેલા ભારતીયોને કાઢીને એકસાથે દેશના વિવિધ ખુણે રાહત સામગ્રી પહોંચાડવામાં એર ઈન્ડિયા સૌથી આગળ છે. એર ઈન્ડિયાના કામના વખાણ પાકિસ્તાનની એટીએસે કર્યાં છે.

પાકિસ્તાને ભારતના વખાણ કર્યાં

પાકિસ્તાને ભારતના વખાણ કર્યાં

પાકિસ્તાનના એર ટ્રાફિક કંટ્રોલરે એર ઈન્ડિયાના વખાણ કર્યાં. સરકારી એરલાયન્સ કંપની એર ઈન્ડિયા કોરોના મહામારી અને લૉકડાઉન દરમિયાન સતત કામ કરી રહી છે. વિદેશીઓને તેમના દેશ પહોંચાડવાથી લઈ બીજા દેશોમાં ફસાયેલા ભારતીયોની સ્વદેશી વાપસીનો માર્ગ બનવા ઉપરાંત પણ દેશના કોઈપણ ખુણે ખાવાની કમી ના થાય તે માટે ત્યાં રાહત સામગ્રી પહોંચાડવાની જવાબદારી એર ઈન્ડિયાના ખભે છે. એર ઈન્ડિયાની એવી જ એક ફ્લાઈટે જ્યારે પાકિસ્તાનના એરબેસમાં પહંચે છે તો ત્યાંના એટીસીએ તેમનું સ્વાગત કર્યું.

પાકિસ્તાન એટીસીએ વખાણ કર્યાં

પાકિસ્તાન એટીસીએ વખાણ કર્યાં

આ ઘટના વિશે એર ઈન્ડિયા ફ્લાઈટના કેપ્ટને જાણકારી આપી અને કહ્યું કે જેવું જ વિમાને પાકિસ્તાનના ફ્લાઈટ ઈન્ફોર્મેશન રીઝન અને પાકિસ્તાન એટીસીમાં પ્રવેશ કર્યો તે ત્યાંના એટીસી તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. 'અસ્સલામ અલૈકુમ' કહી એર ઈન્ડિયાના વિમાનનું વેલકમ કરતા પાકિસ્તાન એટીસીના સીનિયર કેપ્ટને પાયલટને કહ્યું કે ફ્રેંકફર્ટમાં રાહ ઉડાણો માટે એર ઈન્ડિયાનું સ્વાગત છે. તેમણે કહ્યું કે તમે મુશ્કેલ સમયમાં ઉડાણ ભરી રહ્યા છો અમને તમારા પર ગર્વ છે.

કોરોનાની જંગમાં લાગ્યું એર ઈન્ડિયા

કોરોનાની જંગમાં લાગ્યું એર ઈન્ડિયા

એર ઈન્ડિયાના પાયલટે કહ્યું કે પાકિસ્તાન તરફથી મળેલ વખાણ આખા એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બર માટે ગર્વની પળ હતી. એટલું જ નહિ પાકિસ્તાન એટીસીએ ભારતીય પાયલટને ઈરાનના રડારને ખોજવામાં પણ મદદ કરી. પાકિસ્તાનના એટીસીએ ભારતીય વિમાનો વિશે તેહરાનના એટીસીને સૂચિત કર્યા. જણાવી દઈએ કે ભારતીય વિમાન ભારતમાં ફસાયેલ યૂરોપીય નાગરિકોને લઈ ફ્રેંકફર્ટ જઈ રહ્યા હતા.

કઈ ઉંમરના લોકોમાં કોરોનાનુ વધુ સંક્રમણ, આરોગ્ય મંત્રાલયે આપ્યા આંકડાકઈ ઉંમરના લોકોમાં કોરોનાનુ વધુ સંક્રમણ, આરોગ્ય મંત્રાલયે આપ્યા આંકડા

English summary
Air India recently found a rather unexpected praise from an Air Traffic Controller (ATC) of- Pakistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X