For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રદૂષણે જિંદગીના ઘટાડ્યા 10 વર્ષ, શોધમાં થયો ચોંકાવનારો ખુલાસો

હવામાં પ્રદૂષણના કારણે દિલ્લી-એનસીઆરના લોકોને શ્વાસ લેવામાં પહેલેથી જ તકલીફ પડી રહી છે. એવામાં હાલમાં જ હવાની ગુણવત્તા અંગે થયેલુ સંશોધન ચોંકાવનારુ છે.

|
Google Oneindia Gujarati News

હવામાં પ્રદૂષણના કારણે દિલ્લી-એનસીઆરના લોકોને શ્વાસ લેવામાં પહેલેથી જ તકલીફ પડી રહી છે. એવામાં હાલમાં જ હવાની ગુણવત્તા અંગે થયેલુ સંશોધન ચોંકાવનારુ છે. દિલ્લીની હવા અંગે હાલમાં થયેલ સંશોધનમાં ખુલાસો થયો કે વર્ષ 2016માં શહેરની હવા સૌથી વધુ પ્રદૂષિત હતી. આ વર્ષે હવાની ગુણવત્તા એટલી ખરાબ હતી કે તેનીથી વ્યક્તિની સરેરાશ વયમાં 10 વર્ષ ઘટી ગયા છે. સંશોધનમાં દિલ્લીને દેશનું સૌથી પ્રદૂષિત શહેર ગણવામાં આવ્યુ છે. વળી, ભારત હાલમાં દુનિયાનું સૌથી પ્રદૂષિત દેશ છે.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરઃ શોપિયાંમાં આતંકી સાથે અથડામણમાં 2 આતંકી ઠાર, 1 જવાન શહીદઆ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરઃ શોપિયાંમાં આતંકી સાથે અથડામણમાં 2 આતંકી ઠાર, 1 જવાન શહીદ

air pollution

યુનિવર્સિટી ઓફ શિકાગોના એનરજી પૉલિસી ઈન્સ્ટીટ્યુટ (EPIC) ના રિપોર્ટમાં ખુલાસો થયો કે પ્રદૂષણથી વ્યક્તિનું જીવન સરેરાશ 1.8 વર્ષ ઘટી રહ્યુ છે. માનવ સ્વાસ્થ્ય માટે પ્રદૂષણ સૌથી મોટો વૈશ્વિક ખતરો બનીને ઉભરી રહ્યો છે. રિપોર્ટમાં ભારતને દુનિયાનો બીજો સૌથી પ્રદૂષિત દેશ ગણવામાં આવ્યો છે. પહેલા નંબર પર નેપાળ છે. આ અનુસાર સરેરાશ વયમાં ઘટાડો એશિયામાં સૌથી વધુ છે જ્યાં ચીન અને ભારતમાં વ્યક્તિના જીવનના 6 વર્ષ ઘટી રહ્યા છે. વળી, ભારતમાં ઉત્તરપ્રદેશના બુલંદશહેર બાદ દિલ્લી બીજુ સૌથી પ્રદૂષિત શહેર છે. સંશોધનમાં જણાવવામાં આવ્યુ છે કે છેલ્લા બે દાયકામાં ભારતમાં સૂક્ષ્મ કણોના ઘનત્વમાં 69 ટકાની વૃદ્ધિ થઈ છે જે 1998માં 2.2 વર્ષોની તુલનામાં ભારતીયની સરેરાશ વય 4.3 વર્ષ સુધી ઘટાડે છે.

ભારતના ઉત્તરી રાજ્ય બિહાર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાષ્ટ્રીય રાજધાનીમાં કણ પ્રદૂણનું ઘનત્વ ઘણુ વધુ છે. જેનાથી સરેરાશ વય પર છ વર્ષથી વધુની અસર પડે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે વૈશ્વિક વસ્તીના 75 ટકા કે 5.5 બિલિયન લોકો એવા ક્ષેત્રોમાં રહે છે જ્યાં કણ પ્રદૂષણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ની ગાઈડલાઈન્સની ઉપર છે. એર ક્વોલિટી લાઈફ ઈન્ડેક્સ (AQLI) પર થયેલા સ્ટડીમાં ખુલાસો થયો કે 1998-16 વચ્ચે આ 18 વર્ષોમાં એક વ્યક્તિની સરેરાશ વયમાં 10 વર્ષ સુધીનો ઘટાડો થયો છે. એક્યુએલઆઈ ઈન્ડેક્સ છે જે જીવન પર પ્રદૂષણના કારણે પડતી અસરનો અંદાજ કાઢે છે.

English summary
Air Pollution Has Reduced The Life Expectancy Of Delhi Resident By 10 Years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X