For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીની હવાઓમાં ફરી ફેલાયું ઝહેર, સૌથી ખતરનાક સ્તરે

દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર પ્રદૂષણે ઝહેર ભેળવી દીધું છે. છેલ્લા બે દિવસથી દિલ્હી એનસીઆર માં પ્રદુષણને કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર પ્રદૂષણે ઝહેર ભેળવી દીધું છે. છેલ્લા બે દિવસથી દિલ્હી એનસીઆર માં પ્રદુષણને કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે. બુધવારે સવારે એનસીઆર ના કેટલાક વિસ્તારોમાં પીએમ 2.5 લેવલ ખતરનાક સ્તરે જોવા મળ્યું હતું. છેલ્લા 24 કલાકમાં દિલ્હીની હવામાં ધૂળને કારણે વિઝિબિલિટી ખુબ જ ઓછી થઇ ગયી છે. જેને કારણે ઘણા લોકોને શ્વાસ લેવામાં અને જોવામાં પરેશાની થઇ રહી છે.

air pollution

દિલ્હી એનસીઆર માં ફરી એકવાર હવાનું પ્રદુષણ ખુબ જ ઉપરના સ્તરે પહોંચી ગયું છે. મંગળવારે સવારથી જ હવામાં ધૂળ ભળવાથી વિઝિબિલિટી પર અસર પડ્યો હતો. જે બુધવારે સવારે વધારે ખરાબ બની હતી. ધીમી ગતિથી ચાલતી હવા પોતાની સાથે ધૂળના બારીક કળો લઈને આવી. આ વિસ્તારોમાં પીએમ 2.5 જેટલું ખતરનાક સ્તરે જોવા મળ્યું છે. હવાના પ્રદુષણ પર નજર રાખી રહેલી એંજેન્સી એ ક્યુ આઈસીએન ઘ્વારા જણાવવામાં આવ્યું કે મંગળવારે રાત્રે 8 વાગ્યે આરકે પુરમ અને ઓખલા ચરણમાં પીએમ 2.5 સ્તર 660 અને 738 હતું.

જયારે રોહિણીમાં તે 838, વઝીરપુરમાં 858, ડીટીયુમાં 849, અને આનંદવિહારમાં 812 હતું. આ વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ભયાનક સ્તરે હતું. બીજા સ્ટેશન પર પીએમ 2.5 લેવલ 325 અને 800 વચ્ચે માપવામાં આવ્યું હતું. પીએમ 2.5 સુરક્ષા લિમિટ 100 માનવામાં આવે છે. પરંતુ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં તે સુરક્ષિત સીમા કરતા ઘણું વધારે છે.

હાલમાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન રિપોર્ટમાં દિલ્હીને દુનિયાના સૌથી પ્રદુષિત શહેરમાં રાખવામાં આવ્યું છે. દુનિયાના સૌથી વધુ પ્રદુષિત ટોપ 20 શહેરોમાં 14 શહેર ભારતના છે.

English summary
Air Pollution Is At Its Worst In Delhi NCR, PM 2.5 Level Rises To Hazardous Levels
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X