દિલ્લી આજે પણ પ્રદૂષણથી ત્રસ્ત, 4 એરિયામાં AQI પહોંચ્યો 300ને પાર
નવી દિલ્લીઃ આજે પણ રાજધાનીમાં સવારે ધુમ્મસની સફેદ ચાદર છવાયેલી છે. બુધવારની સવારે દિલ્લીના 4 વિસ્તારોમાં હવાની ક્વૉલિટીનો સૂચકાંક (AQI) 300થી વધારે નોંધવામાં આવ્યુ છે કે જે એક ખરાબ સંકેત છે. આજે સવારે આનંદ વિહારમાં વાયુ ગુણવત્તા સૂચકાંક 313, આરકે પુરમમાં 305, મુંડકામાં 325 અને પડપટગંજમાં 309 AQI નોંધવામાં આવ્યો છે. દિલ્લી પૉલ્યુશન કંટ્રોલ કમિટીના જણાવ્યા મુજબ આ આંકડા 'બહુ ખરાબ શ્રેણી'માં છે. જો કે દિલ્લી સરકાર સતત પ્રદૂષણને નિયંત્રણ કરવાની કોશિશમાં લાગેલી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી દિલ્લી સરકારે ઈલેક્ટ્રીય વાહનોને પ્રોત્સાહન આપવા માટે ઈલેક્ટ્રી વ્હીકલ પૉલિસી લાગુ કરી છે જેનાથી દિલ્લીનુ વાયુ પ્રદૂષણ ઘટાડી શકાશે.
તમને જણાવી દઈએ કે ઠંડી શરૂ થતા પહેલા દિલ્લીમાં વધતા પ્રદૂષણથી લોકો હેરાન થઈ રહ્યા છે. મૉર્નિંગ વૉક પર નીકળેલા લોકોનુ પણ કહેવુ છે કે તેમને શ્વાસ લેવામાં ગભરામણ અનુભવાય છે. તમને જણાવી દઈએ કે રાજધાનીમાં ઠંડીન સિઝન શરૂ થવા લાગી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસોથી દિલ્લી-એનસીઆરમાં તાપમાનમાં ઘટાડો આવ્યો છે પરંતુ પારો ઘટવાથી વાયુ પ્રદૂષણ વધવા લાગ્યુ છે અને સાથે જ ધૂળ અને સૂકુ ઘાસ બાળવાનો ધૂમાડો પણ હવાને પ્રદૂષિત કરવામાં પાછળ નથી. હવામાન વૈજ્ઞાનિકોની ચિંતા વધી ગઈ છે કારણકે જો દિલ્લી-એનસીઆરમાં પ્રદૂષણ વધ્યુ તો કોરોના વાયરસ સામે જંગ લડી રહેલી રાજધાની માટે સારા સમાચાર નહિ હોય. માટે લોકોને ડૉક્ટરોની સલાહ છે કે જો તે ઉચ્ચ વાયુ પ્રદૂષણવાળી જગ્યામાં રહેતા હોય તો ફ્લૂની રસી મૂકાવી લે કારણકે વધતા પ્રદૂષણ અને શરદી-ખાંસી રિકવર થનારા લોકોની મુશ્કેલીઓ વધારી શકે છે.
ફ્લુની વેક્સીન લેવી જોઈએઃ AIIMS
આ બાબતે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન(AIIMS)ના નિર્દેશક ડૉ. રણદીપ ગુલેરિયા કહી ચૂક્યા છે કે તહેવારની સિઝનમાં વધતુ પ્રદૂષણ, ઘટતુ તાપમાન, વધતી ભીડ વગેરેથી દરેકને જોખમ છે. વળી, જે લોકો લૉંગ કોવિડનો સામનો કરી ચૂક્યા છે તેમણે ફ્લુની રસી લઈ લેવી જોઈએ.
વાયુ પ્રદૂષણ જાનલેવા સાબિત થઈ રહ્યુ છે
વળી, એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ(કોવિડ-19)ની ચપેટમાં આવતા દર્દીઓ માટે વાયુ પ્રદૂષણ જાનલેવા સાબિત થઈ રહ્યુ છે. વૈજ્ઞાનિકોએ એક નવા અધ્યયનમાં દાવો કર્યો છે કે દુનિયાભરમાં કોરોના વાયરસથી થયેલ લગભગ 15 ટકા મોતનો સંબંધ લાંબા સમય સુધી વાયુ પ્રદૂષણવાળા માહોલમાં રહેવાનુ જણાવવામાં આવ્યુ છે. વળી, આઈસીએમઆરના પ્રમુખ બલરામ ભાર્ગવે કહ્યુ કે કોવિડના કારણે થઈ રહેલ મોતોમાં પ્રદૂષણ પણ મોટી ભૂમિકા નિભાવી રહ્યુ છે માટે પ્રદૂષણ પર લગામ ખૂબ જરૂરી છે.
Bihar Elections 2020: આજે પીએમ મોદી અને રાહુલ ગાંધીની ઘણી રેલીઓ, પીએમે કર્યુ ટ્વિટ