એરક્રાફ્ટ(એમેન્ડમેન્ટ) બિલ 2020 રાજ્યસભામાં પાસ, કોંગ્રેસે કર્યો જોરદાર વિરોધ
નવી દિલ્લીઃ કોરોના વાયરસ સંકટ વચ્ચે સંસદના મોનસુન સત્રનો આજે બીજો દિવસ છે. આ સાથે જ મંગલવારે ચાલેલી લાંબી ચર્ચા બાદ રાજ્યસભામાં વાયુયાન સંશોધન બિલ(એરક્રાફ્ટ અમેન્ડમેન્ટ બિલ) પાસ કરી દેવામાં આવ્યુ. રાજ્યસભામાં કોંગ્રેસ સહિત ઘણી વિપક્ષી પાર્ટીઓએ આ બિલનો જોરદાર વિરોધ કર્યો છે. ચર્ચા દરમિયાન કોંગ્રેસ નેતા સાંસદ કેસી વેણુગોપાલે બિલનો વિરોધ કરીને કહ્યુ, અદાણી ગ્રુપને 6 એરપોર્ટ સોંપી દેવામાં આવ્યા છે. એક એકલી પ્રાઈવેટ કંપનીને 6 એરપોર્ટ સોંપી દેવા નિયમોનુ ઉલ્લંઘન છે. સરકારે પોતાના જ મંત્રાલયો અને વિભાગોની સલાહ ન માની. નિયમોમાં પરિવર્તન કરીને અદાણી ગ્રુપને હરાજીમાં જીતાડી દીધુ.
આ દરમિયાન એરક્રાફ્ટ અમેન્ડમેન્ટ બિલ પર ચર્ચા દરમિયાન નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યુ, 'સંસદમાં વિપક્ષ દ્વારા છ એરપોર્ટ વિશે ઘણુ બધુ કહેવામાં આવી રહ્યુ છે, તો હું તેમને જણાવી દઉ કે વર્ષ 2006માં મુંબઈ અને દિલ્લીના બે એરપોર્ટની ખાનગીકરણ કરવામાં આવ્યુ જે આપણા વાહનવ્યવહાર અને કમાણીનો 33 ટકા હિસ્સો છે. વળી, 2018માં જે છ એરપોર્ટ પર નિર્ણય કરવામાં આવ્યો તેને મળીને હિસ્સો માત્ર નવ ટકા છે. 2006માં જ્યારે દિલ્લી અને મુંબઈના એરપોર્ટનુ ખાનગીકરણ કરવા માટે જે શરતો મૂકવામાં આવી હતી એ જ પ્રક્રિયાઓનુ અમે પણ પાલન કર્યુ છે. બસ ફરક એટલો છે કે અમારી ઉપર આરોપ લગાવવામાં આવી રહ્યા છે.'
ચર્ચા દરમિયાન કોંગ્રેસ સાંસદે આરોપ લગાવ્યા છે કે પીપીપી મૉડલ એરપોર્ટને વિકસિત કરવાના નામ પર કૌભાંડ છે. વળી, ભાજપ સાંસદ જીવીએલ નરસિંહા રાવે બિલનો બચાવ કરતા કહ્યુ કે આ આપણા ઉડ્ડયન ક્ષેત્રમાં સકારાત્મક ફેરફાર લાવવા માટે છે, જેનાથી અવરજવરમાં વૃધ્ધિ થઈ છે. વિમાનના બિલ પર ચર્ચા દરમિયાન એનસીપી સાંસદ પ્રફૂલ્લ પટેલે કહ્યુ કે વર્ષમાં એક વાર 4-5 ટકા પીપીએલ બોર્ડ ઉડાનો. જો આ સંખ્યા 10-15 ટકા સુધી વધી જાય તો આપણે એરપોર્ટ અને વિમાનોની સંખ્યામાં ભારે વધારાની જરૂર પડશે. કોવિડ-19ના કારણે એરલાઈન્સને આર્થિક રીતે ઝટકો લાગ્યો છે અને તેને સમર્થનની જરૂર છે.
Rajya Sabha passes the Aircraft (Amendment) Bill, 2020. pic.twitter.com/GBP2lm7Gzy
— ANI (@ANI) September 15, 2020
ઝુગ્ગીવાળાને કેજરીવાલે કહ્યુ - હું જીવતો છુ ત્યાં સુધી તમને કોઈ બેઘર નહિ કરી શકે