For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશના 90 કરતા પણ વધારે એરપોર્ટ પર MRP રેટ પર ચાઈ નાસ્તો મળશે

વિમાન મુસાફરી કરતા યાત્રીઓને જલ્દી એક મોટી રાહત મળી શકે છે. દેશભરમાં સરકારની દેશરેખમાં સંચાલિત થતા 90 કરતા પણ વધારે એરપોર્ટ પર ખુબ જ જલ્દી એમઆરપી રેટ પર પાણી, ચાઇ અને સસ્તો નાસ્તો મળી શકે છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

વિમાન મુસાફરી કરતા યાત્રીઓને જલ્દી એક મોટી રાહત મળી શકે છે. દેશભરમાં સરકારની દેશરેખમાં સંચાલિત થતા 90 કરતા પણ વધારે એરપોર્ટ પર ખુબ જ જલ્દી એમઆરપી રેટ પર પાણી, ચાઇ અને સસ્તો નાસ્તો મળી શકે છે. એરપોર્ટ ઔરથોરિટી ઓફ ઇન્ડિયા ઘ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે એરપોર્ટ પર અલગથી એવા કાઉન્ટર રાખવામાં આવે જ્યાં યાત્રીઓને એમઆરપી ભાવ પર પેક કરેલું પાણી અને સ્નેક્સ મળી શકે. ખરેખર એરપોર્ટ ઔરથોરિટી ઓફ ઇન્ડિયા ઘ્વારા આ નિર્ણય ઘણા યાત્રીઓની ફરિયાદ પછી લેવામાં આવ્યો છે. આ બધું આવતા વર્ષથી લાગુ થઇ શકે છે.

એરપોર્ટ ઔરથોરિટી ઓફ ઇન્ડિયાનો આદેશ

એરપોર્ટ ઔરથોરિટી ઓફ ઇન્ડિયાનો આદેશ

તેના માટે આવતા વર્ષે ટેન્ડર પણ જાહેર થઇ શકે છે. પરંતુ એરપોર્ટ ઔરથોરિટી ઓફ ઇન્ડિયાનો આદેશના દેશના તે મોટા એરપોર્ટ પર લાગુ નહીં થાય જેમાં દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને કોચી એરપોર્ટ શામિલ છે કારણકે આ એરપોર્ટનું સંચાલન પ્રાઇવેટ કંપનીઓ કરે છે. એરપોર્ટ ઔરથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ પોતાની ઓળખ નહીં બતાવવાની શરત પર જણાવવામાં આવ્યું કે તેમને એરપોર્ટ ડાયરેક્ટર ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ એવી કંપનીઓ સાથે વાત કરે જેઓ એરપોર્ટ પર ફૂડ કોર્ટની વ્યવસ્થા કરે છે.

પીવાનું પાણી અને સ્નેક્સ એમઆરપી ભાવ પર ઉપલબ્ધ

પીવાનું પાણી અને સ્નેક્સ એમઆરપી ભાવ પર ઉપલબ્ધ

અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને કહેવામાં આવ્યું કે પીવાનું પાણી અને સ્નેક્સ એમઆરપી ભાવ પર ઉપલબ્ધ કરાવે. ચાઇ અને કોફી પણ 10 રૂપિયામાં ઉપલબ્ધ કરાવે. આપણે જણાવી દઈએ કે દેશના કેટલાક મોટા એરપોર્ટ જેમાં ચેન્નાઇ, લખનવ, કોલકાતા, પટના, અને ગુવાહાટી શામિલ છે તેના દેખરેખની જવાબદારી સરકારના હાથમાં છે.

50 રૂપિયામાં વેચાઈ રહી ચાઇ

50 રૂપિયામાં વેચાઈ રહી ચાઇ

યાત્રીઓ ઘ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે ઇમ્ફાલ હવાઈ મથક પર એક કપ ચાઇ 50 રૂપિયામાં વેચાઈ રહી છે. કોલકાતા અને લખનવમાં પણ યાત્રીઓ ઘ્વારા ફરિયાદ મળી છે. આ બધી ફરિયાદોને ધ્યાનમાં રાખીને આદેશ આપવામાં આવ્યો છે જેથી યાત્રીઓ પર વધારે ભાર નહીં પડે અને તેઓ યોગ્ય મૂલ્ય પર પાણી, ચાઇ અને સ્નેક્સ ખરીદી શકે. આ સંબંધમાં મહારાષ્ટ્ર અને તેલંગાણા સરકાર ઘ્વારા આદેશ જાહેર કરતા એરપોર્ટ દુકાનદારોને જણાવવામાં આવ્યું કે તેઓ પીવાનું પાણી અને પોપકોર્ન જેવી વસ્તીઓ વધારે કિંમત પર ના વેચે.

English summary
Airports run by govt may offer water and snacks at MRP by separate counter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X