• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

JNUSU ચૂંટણીઃ લેફ્ટે ફરી એકવાર પરચમ લહેરાવ્યો, આઈશી ઘોષ બની અધ્યક્ષ

|

નવી દિલ્હીઃ જેએનયૂ વિદ્યાર્થીસંઘમાં લેફ્ટ યૂનિટને મોટી સફળતા મળી છે. 6 સપ્ટેમ્બરે થયેલ વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં લેફ્ટે યૂનિટે ચાર સીટ જીતી લીધી છે. મંગળવારે દિલહી હાઈકોર્ટે પરિણામ જાહેર કરવા પરની રોક હટાવ્યા બાદ પરિણામનું એલાન કરવામાં આવ્યું. લેફ્ટ યૂનિટને અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મહાસચિવ અને સંયુક્ત સચિવ પદો પર જીત મળી. હાઈકોર્ટે આજે દિલ્હી ચૂંટણી સમિતિના પરિણામનું એલાન કરવાની મંજૂરી આપી દીધી હતી.

delhi

રિઝલ્ટ ઘોષિત થયા બાદ લેફ્ટ પેનલથી સ્ટૂડેન્ટ્સ ફેડરેશન ઑફ ઈન્ડિયાના ઉમેદવાર આઈશી ઘોષ હવે જવાહરલાલ નેહરૂ વિદ્યાર્થી યૂનિયનની અધ્યક્ષ બની ગઈ છે. જ્યારે ડેમોક્રેટિક સ્ટૂડેન્ટ્સ ફેડરેશનના સાકે મૂન ઉપાધ્યક્ષ, મહાસચિવ પદ પર ઑલ ઈન્ડિયા સ્ટૂડેન્ટ્સ એસોસિએશનના સતીશ ચંદ્ર યાદવ અને ઑલ ઈન્ડિયા સ્ટૂડેન્ટ્સ ફેડરેશનના મોહમ્મદ દાનિશ સંયુક્ત સચિવ ચૂંટાયા છે.

ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે જેએનયૂના બે વિદ્યાર્થીઓ તરફથી દાખલ અરજી પર પાછલી સુનાવણીમાં પરિણામ જાહેર ન કરવાનો આદેશ આપ્યો હતો. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ચૂંટણી સમિતિએ લિંગ્દોહ કમિટીની ભલામણની અનદેખી કરીને વિદ્યાર્થી સંઘની ચૂંટણી કરાવી છે.

બે વિદ્યાર્થી અંશુમાન દુબે અને અનુજ કુમાર દ્વિવેદીએ પોતાની અરજીમાં જેએનયૂએસયૂની ચૂંટણી લિંગ્દોહ કમિટીની ભલામણ મુજબ કરાવવાની માંગ કરી હતી. આ મામલે દિલ્હી હાઈકોર્ટે જેએનયૂ પ્રશાસન ઈલેક્શન કમિટી અને મામલા સાથે જોડાયેલ તમામ પક્ષોને આ મામલે પોતાનો જવાબ દાખલ કરવા માટે નિર્દેશ આપ્યા હતા.

કોર્ટે સોમવારે જેએનયૂ પ્રશાસનના જવાબ બાદ અરજીઓને ફગાવી દીધી હતી. કેમ કે જેએનયૂએ કહ્યું કે ચૂંટણી લડવા માટે ઉમેદવારો અયોગ્ય પામવામાં આવ્યા અવા તો તેમની વિરુદ્ધ કરવામાં આવેલ અનુશાસનાત્મક કાર્યવાહીને તેમણે છૂપાવી છે. ઉલ્લેખનીય છે કે 6 સપ્ટેમ્બરે એએનયૂ વિદ્યાર્થી સંઘની ચૂંટણી થઈ હતી. પરંતુ હાઈકોર્ટની રોક બાદ 8 સપ્ટેમ્બરે મતગણતરી બાદ પરિણામની ઘોષણા કરવામાં આવી નહોતી.

ઉદ્ધવ ઠાકરેએ વીર સાવરકરને ભારત રત્ન આપવાની કરી માંગ, 'પીએમ હોત તો પાકિસ્તાનના ના બનત'

English summary
aishi gosh became president of jnu student union
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more