For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં સરકાર પર બોલ્યા શરદ પવાર, ‘આ અજીત પવારનો અંગત નિર્ણય છે, NCP તૂટી ગઈ'

અજીત પવારના ભાજપને સમર્થન આપવા પર એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યુ કે, ‘આ નિર્ણય પાર્ટીનો નથી. તેમણે કહ્યુ કે આ અજીત પવારનો અંગત નિર્ણય છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રનો રાજકીય ખેલ રાતોરાત બદલાઈ ગયો. શનિવારે સવારે ભાજપે એનસીપી સાથે મળીને સરકાર બનાવી લીધી. રાજ્યપાલ ભગતસિંહે કોશ્યારીએ ફડણવીસને સીએમ પદના શપથ લેવડાવ્યા. અજીત પવાર ડેપ્યુટી સીએમ બન્યા. અત્યાર સુધી આને શરદ પવારની ગેમ કહેવામાં આવી રહી હતી પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયુ છે કે શરદ પવાર આ નિર્ણયથી બિલકુલ અલગ છે. એટલુ જ નહિ એ અંગેની પણ તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે કે એનસીપીમાં તિરાડ પડી ચૂકી છે.

Sharad Pawar

અજીત પવારના ભાજપને સમર્થન આપવા પર એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યુ કે, 'આ નિર્ણય પાર્ટીનો નથી. તેમણે કહ્યુ કે આ અજીત પવારનો અંગત નિર્ણય છે. તેમણે આગળ કહ્યુ કે એ સ્પષ્ટ કરવા ઈચ્છુ છે કે અમે આ નિર્ણયનુ સમર્થન નથી કરતા.' વળી, પ્રફૂલ્લ પટેલે કહ્યુ કે, 'શરદ પવારે મહારાષ્ટ્રમાં રચાયેલ સરકાર સાથે કોઈ લેવા-દેવા નથી. અમે અજીત પવારના નિર્ણયનુ સમર્થન નથી કરતા. ભાજપને સમર્થન અજીત પવારનો અંગત નિર્ણય છે.'

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં BJP-NCPની સરકાર બન્યા બાદ અમિત શાહે કર્યુ આ ટ્વિટઆ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં BJP-NCPની સરકાર બન્યા બાદ અમિત શાહે કર્યુ આ ટ્વિટ

English summary
Ajit Pawar's decision to support the BJP is his personal decision and not that of the NCP, Says Shard Pawar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X