• search

હવે અજીત સિંહે મોદી પર કરી અયોગ્ય ટીપ્પણી

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 એપ્રિલઃ રાષ્ટ્રીય લોકદળ પાર્ટીના નેતા અજીત સિંહએ નરેન્દ્ર મોદી પર એક અયોગ્ય ટીપ્પણી કરી છે. તેમણે પોતાના એક નિવેદનમાં કહ્યું છેકે ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના નેતા નરેન્દ્ર મોદી એક બકરી છે. મોદી પોતાના ભાષણોમાં મૈં...મૈં શબ્દનો પ્રયોગ કરતા રહે છે.

નરેન્દ્ર મોદી વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરતા અજીત સિંહે કહ્યું કે દેશણાં મોદીના નામની કોઇ લહેર નથી. વર્ષ 2004ની લોકસભા ચૂંટણીમાં પણ પ્રમોદ મહાજને ઇન્ડિયા શાઇનિંગનું સૂત્ર લગાવ્યું હતું, પરંતુ ચૂંટણીના પરિણામો બાદ બધુ બરબાદ થઇ ગયું હતું. એ જ રીતે આ વખતે પણ સામાન્ય ચૂંટણીમાં ભાજપનો પરાજય થશે.

અજીત સિંહે કહ્યું કે દેશની જનતાને ચૂંટણીના પરિણામોની આતુરતાથી રાહ છે અને પરિણામ આવ્યા બાદ ફરી એકવાર કોંગ્રેસ પોતાનો પરચમ લહેરાવશે.

English summary
Rashtriya lok dal party supremo Ajit singh stated that BJP's PM candidate is like a goat. He always says I and I as if one goat is roaming.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X