Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કસાબ તાવમાં સપડાયો, ડેંગ્યૂનો રિપોર્ટ નેગેટિવ

ajmal-kasab
મુંબઇ, 4 નવેમ્બર: મુંબઇના આતંકવાદી હુમલાના ગુનેગાર મોહંમદ અજમલ આમિર કસાબ તાવમાં સપડાયો છે. કડક સુરક્ષાવાળી આર્થત રોડ જેલમાં તેની સારવાર ચાલુ છે.

પોતાની ઓળખ રજૂ ન કરવાની શરતે એક પોલિસ અધિકારીએ જણાવ્યું હતું કે 'છેલ્લાં કેટલાક દિવસોથી કસાબની તાવની સારવાર ચાલુ છે. શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે ડેંગ્યૂથી પીડાઇ રહ્યો છે. જેજે હોસ્પિટલના ડૉક્ટરોની એક ટીમે કસાબની ત્રણ વખત તપાસ કરી છે પરંતુ પરિણામ નેગેટિવ આપ્યું છે.

અધિકારીએ કહ્યું હતું કે 'ડૉક્ટર કોઇ જોખમ ઉપાડવા માંગતા નથી. કસાબ પર નજર રાખવામાં આવી રહી છે અને સારવારની અસર વર્તાઇ રહી છે. કસાબને હોસ્પિટલમાં ખેસડવામાં નહી આવે. મુંબઇ હુમલાના આરોપી કસાબને મોતની સજા ફટકારવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 26 થી 29 નવેમ્બર 2008ના રોજ દસ આતંકવાદીઓ દ્રારા કરવામાં આવેલા હુમલામાં 166 લોકોના મોત નિપજ્યાં હતા. આ ઘટના બધામાં બધા અતાંકવાદીઓના મોત નિપજ્યાં હતાં ત્યારે કસાબની ધરપકડ કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X