For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૌમાંસ ત્યાગવાનું કહ્યું, તો અજમેર શરીફનું પ્રમુખપદ છીનવાયું

ગૌહત્યા વિરુદ્ધ ભાજપ તરફથી ચલાવવામાં આવી રહેલાં અભિયાન અંગે અજમેર શરીફ દરગાહના પ્રમુખે કહ્યું હતું કે, ગૌમાંસ ખાવા પર પ્રતિબંધ લાગવો જોઇએ તથા સરકારે ગોહત્યા વિરુદ્ધ કાયદો ઘડવો જોઇએ.

By Shachi
|
Google Oneindia Gujarati News

અજમેર શરીફ દરગાહના પ્રમુખ સૈયદ જૈનુલ આબેદીન પર જાણે વીજળી તૂટી પડી છે. તેમણે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની 805મી પુણ્યતિથિ નિમિત્તે ગૌહત્યા તથા ગૌમાંસ અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે મુસલમાનો ને ગૌમાંસનો ત્યાગ કરવાની સલાહ આપી હતી તથા સરકારને વિનંતી કરી હતી કે, આખા દેશમાં ગૌમાંસ પર પ્રતિબંધ મુકવામાં આવે છે. તેમના આ નિવેદનથી નારાજ થઇને તેમના ભાઇ અલાઉદ્દીન આલિમીએ તેમને દીવાન પદેથી ખસેડવાની ઘોષણા કરી છે. આ સાથે જ તેમણે પોતાને દરગાહના દીવાન જાહેર કર્યા છે.

અહીં વાંચો - અજમેર શરીફ દરગાહના પ્રમુખે કહ્યું, મુસ્લિમો કરે ગૌમાંસનો ત્યાગઅહીં વાંચો - અજમેર શરીફ દરગાહના પ્રમુખે કહ્યું, મુસ્લિમો કરે ગૌમાંસનો ત્યાગ

ajmer

અહીં વાંચો - યોગી સરકારની પહેલી કેબિનેટ બેઠક, ખેડૂતોના સારા દિવસો શરૂઅહીં વાંચો - યોગી સરકારની પહેલી કેબિનેટ બેઠક, ખેડૂતોના સારા દિવસો શરૂ

ઉલ્લેખનીય છે કે, અજમેર શરીફ દરગાહના પ્રમુખ પ્રમુખ સૈયદ જૈનુલ આબેદીને કહ્યું હતું કે, હિંદુઓની લાગણીને માન આપી મુસલમાનોએ ગૌમાંસનો ત્યાગ કરવો જોઇએ. તેમણે ગુજરાતમાં ગૌહત્યા વિરુદ્ધ ઘડાયેલા કાયદાને યોગ્ય ગણાવતાં કહ્યું હતું કે, ગૌહત્યામાં સંડોવાયેલા લોકો પર રોક લગાવવા માટે આ યોગ્ય નિર્ણય છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને વિનંતી કરી હતી કે, ગાયને દેશનું રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવામાં આવે. આ સાથે જ તેમણે ટ્રિપલ તલાક અંગે વાત કરતાં તેને કુરાન-વિરોધી, અમાનવીય અને જાતીય સમાનતા વિરુદ્ધનો રિવાજ ગણાવ્યો હતો.

English summary
Ajmer Dargah head Zainul Abedin Ali Khan sacked from his post for his beef remarks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X