For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના નામ સામે અમને કોઇ વાંધો નથી : સુખબીર

|
Google Oneindia Gujarati News

shiromani alkali dal
ચંદીગઢ, 5 જૂન : આવતા વર્ષે લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવા જઇ રહી છે જેને લઇને ભાજપમાં પ્રધાનમંત્રી પદના ઉમેદવારને લઇને ભારે ઘમાસણ સર્જાઇ છે. જેને માટે એનડીએ ગઠબંધન સાથે જોડાયેલ પક્ષોમાં અમુક નેતાઓ માટે મત-મતાંતર છે. શિરોમણી અકાલી દળે સ્પષ્ટ કરી દીધું છે કે તેને ભારતીય જનતા પાર્ટી તરફથી નરેન્દ્ર મોદીનું પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવા સામે કોઇ વાંધો નહીં હોવાનું જણવ્યું છે.

દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન સુખબીર બાદલે કહ્યું કે ભાજપ એનડીએની સૌથી મોટી પાર્ટી છે માટે પોતાનો નેતા પસંદ કરવાનો તેને પૂરેપૂરો અધિકાર ભાજપને છે. અકાલી દળ ભાજપ તરફથી નક્કી કરવામાં આવેલ નેતાને પણ પૂરેપૂરુ સમર્થન આપશે.

ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી નરેન્દ્ર મોદીને આવનાર લોકસભા મતદાન માટે પાર્ટીના કેમ્પેઇન સમિતિના ચેરમેન બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. જોકે લોકો તેમને પીએમ પદના ઉમેદવાર તરીકે જુએ છે.

9 જૂનના રોજ ગોવામાં યોજાનારા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દરમિયાન આ વિષય પર નિર્ણય થવાની સંભાવના છે. એનડીએમાં માત્ર જનતા દળ યૂનાઇટેડ મોદીની વિરુદ્ધ માનવામાં આવી રહ્યું છે પરંતુ સુખવીરનું આ નિવેદન મોદી માટે રાહતના સમાચાર તરીકે જોવામાં આવી રહ્યું છે.

English summary
Shiromani Akali Dal have no issue on Narendra Modi's name as Prime minister candidate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X