For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં અકાળીઓને સમજાઇ સ્વર્ગની હકિકત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, (વિવેક શુક્લા): જો કે હરિયાણામાં અકાળી દળે તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં સાથ આપ્યો નહી, પરંતુ દિલ્હીમાં તેની ઇચ્છા છે કે તે ભાજપની સાથે મળીને આગામી વિધાનસભા ચૂંટણી લડે અને જીતે. જો કે આ વિચારસણી પાછળ એક કારણ એ પણ છે કે દિલ્હી અકાળી દળને ખબર છે કે ભાજપથી અલગ થઇને તેના માટે અહીં એક સીટ પણ જીતવી મુશ્કેલ હશે.

ગત દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 70 સભ્યોવાળી વિધાનસભામાં અકાળી દળને ચાર સીટો આપી હતી જેમાંથી પાર્ટી રાજૌરી ગાર્ડન અને હરિનગર પોતાના ચૂંટણી ચિહ્ન તથા તથા કાલકાજી તથા શાહદરામાં ભાજપના ચૂંટણી ચિહ્ન પર ચૂંટણી લડી હતી. રાજૌરી ગાર્ડન, કાલકાજી તથા શાહદરામાં અકાળી દળના ઉમેદવારોને જીત મળી હતી.

akali-dal

સાથે લડવાની ઇચ્છા
અકાળી દળને આશા છે કે ગત વખતે જે પ્રકારે બંને દળ સાથે મળીને ચૂંટણી લડ્યા હતા તે પ્રકારે આ વખતે પણ લડશે તથા કેન્દ્રની માફક દિલ્હીમાં ભાજપ-અકાળી દળની સરકાર બનશે. અકાળી દળની દિલ્હી એકમને પુરી આશા છે કે બંને દળોનું આ જુનૂં ગઠબંધન આગળ પણ જળવાઇ રહેશે.

ભાજપ-અકાળી ગઠબંધન તૂટવા અંગેના સમાચારો પર અકાળી દળના એક નેતા જિતેન્દ્ર સિંહ શંટીએ કહ્યું કે રાજકારણમાં દરેક વાત સંભવ છે. પરંતુ ભાજપ અને અકાળી દળનું ગઠબંધન ખૂબ જૂનું છે. આજની તારીખમાં એવી કોઇ વાત જોવા મળી રહી નથી.

ખૂબ જૂની મિત્રતા
ચોક્કસપણે આ બંને પક્ષોનો સંબંધ જુનો છે, પરંતુ હાલના સમયે થોડું અંતર વધી ગયું છે. પંજાબમાં ભાજપ અને અકાળી દળની વચ્ચે 1996થી ગઠબંધન છે તથા બંને પક્ષ હજુ ત્યાં સત્તારૂઢ છે. આ ઉપરાંત તે દિલ્હીમાં સાથે ચૂંટણી લડે છે.

આ દરમિયાન, દિલ્હી અકાળી દળના નેતા માને છે કે મોદી લહેરના લીધે ભાજપની કેન્દ્રમાં સરકાર બની, પરંતુ એમપણ કહે છે કે દિલ્હીમાં બંને પક્ષ મળીને ચૂંટણી લડશે. તેમાં બંનેનો ફાયદો છે. જો કે જાણકારો કહે છે કે તેમાં અકાળીઓને નહી ભાજપને ફાયદો છે.

English summary
Akali Dal keen to fight Delhi assembly poll with BJP. Relations of BJP-Akali has hit a new low.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X