For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘નોટો પર ગાંધીની જગ્યાએ સાવરકરની તસવીર’ હિંદુ મહાસભાની માંગ

અખિલ ભારત હિંદુ મહાસભાએ કેન્દ્રની મોદી સરકારને અપીલ કરી છે કે ભારતીય ચલણમાંથી મહાત્મા ગાંધીની તસવીર હટાવવામાં આવે અને તેમની જગ્યાએ ભારતીય નોટો પર સમાજ સુધારક વીર સાવરકરની તસવીર લગાવવામાં આવે.

|
Google Oneindia Gujarati News

અખિલ ભારત હિંદુ મહાસભાએ કેન્દ્રની મોદી સરકારને અપીલ કરી છે કે ભારતીય ચલણમાંથી મહાત્મા ગાંધીની તસવીર હટાવવામાં આવે અને તેમની જગ્યાએ ભારતીય નોટો પર સમાજ સુધારક વીર સાવરકરની તસવીર લગાવવામાં આવે. આની સાથે સાથે અખિલ ભારત હિંદુ મહાસભાના પ્રમુખ સ્વામી ચક્રપાણિએ વીર સાવરકરને ભારત રત્ન આપવાની માંગ કરી છે. અખિલ ભારત હિંદુ મહાસભા દ્વારા આ પહેલા પણ વીર વિનાયક દામોદર સાવરકર માટે આવી માંગ કરાતી રહી છે. જો કે હવે તેમણે કેન્દ્ર સરકારને વીર સાવરકર માટે ખાસ અનુરોધ કર્યો છે.

વીર સાવરકરને ‘ભારત રત્ન’ આપવાની માંગ

વીર સાવરકરને ‘ભારત રત્ન’ આપવાની માંગ

અખિલ ભારત હિંદુ મહાસભા તરફથી કહેવામાં આવ્યુ છે કે વીર વિનાયક દામોદર સાવરકરે ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. તેમણે ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં આગળ વધીને ભાગ લીધો. સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના યોગદાનને જોતા અખિલ ભારત હિંદુ મહાસભાએ કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો છે કે ભારતીય કરન્સી પર મહાત્મા ગાંધીની તસવીર હટાવીને તેમની તસવીર લગાવવામાં આવે.

નોટો પરથી મહાત્મા ગાંધીની તસવીર હટાવવાની માંગ

નોટો પરથી મહાત્મા ગાંધીની તસવીર હટાવવાની માંગ

વિનાયક દામોદર સાવરકરે પહેલી વાર ‘હિંદુત્વ' શબ્દપ્રયોગ કર્યો. તેમણે 1923 માં પોતાના પ્રસિદ્ધ વૈચારિક ગ્રંથ "હિંદુત્વઃ કોણ હિંદુ છે?" લખ્યો. આમાં તેમણે હિંદુત્વનો ઉલ્લેખ કર્યો. આઝાદીની લડાઈમાં તેમના યોગદાનને જોતા તેમને સમ્માન આપતા ભારતીય કરન્સીમાં તેમની તસવીર લગાવવી જોઈએ.

સ્વામી ચક્રપાણિ છે અખિલ ભારતીય હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ

સ્વામી ચક્રપાણિ છે અખિલ ભારતીય હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ

તમને જણાવી દઈએ કે અખિલ ભારત હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણિએ હાલમાં ઝીણાની તસવીર પર ઉઠેલા વિવાદ પર બોલતા અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયને ‘મિની પાકિસ્તાન' ઉપનામ આપ્યુ હતુ. તેમણે એ સમયે કહ્યુ હતુ કે એએમયુમાં ઝીણાની તસવીર લગાવવી દેશના મહાપુરુષો અને સેનાનું અપમાન છે. કોના આદેશ પર એએમયુમાં ઝીણાની તસવીર લગાવવામાં આવી તેના પર તપાસ થવી જોઈએ.

English summary
akhil bnhnarat hinduj mahasabha modi govt replace photograph mahatma gandhi indian currency savarkar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X