For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિન્દુઓની આસ્થા સાથે રમી રહી છે અખિલેશ સરકારઃ ભાજપ

By Super
|
Google Oneindia Gujarati News

લખનઉ, 3 એપ્રિલઃ ભારતીય જનતા પાર્ટીએ અયોધ્યામાં છેલ્લા 9 વર્ષથી અનવરત ચાલી રહેલી રામકથા અને રામલીલાને ધનાભાવ બંધ કરવાની વાતની આકરી ટીકા કરતા પ્રદેશની સપા સરકાર પર કરોડો હિન્દુઓની આસ્થા અને વિશ્વાસ પર વ્રજઘાત કરવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીના પ્રદેશ પ્રવક્તા વિજય બહાદુર પાઠકે આજે અહીં સંવાદદાતાઓ સાથે ચર્ચા દરમિયાન આરોપ લગાવતા કહ્યું કે, પ્રદેશની સપા સરકાર મુસ્લિમ તૃષ્ટિકરણમાં એટલી અંધ થઇ ગઇ છે કે તે હિન્દુઓની આસ્થાઓ સાથે રમી રહી છે.

તેમણે કહ્યું કે, પ્રદેશ સરકારના સંસ્કૃતિ વિભાગના હેઠળ સ્વયતશાસી અયોધ્યા શોધ સંસ્થાન છેલ્લા નવ વર્ષથી સતત રામલીલાનું આયોજન કરી રહ્યું હતું. પ્રદેશ સરકાર દ્વારા આવશ્યક ધનરાશી જારી નહીં થવાના કારણે આ રામલીલાના મંચન અને રામકથાનું આયોજન 1 એપ્રિલથી બંધ કરી દેવામાં આવ્યું. આ કરોડો હિન્દુઓની આસ્થાને આહત કરવાની વાત સમાન છે. પાઠકે કહ્યું અયોધ્યા સ્થિત તુલસી સ્મારક ભવનમાં ઘનાભાવના કારણે માત્ર રામલીલા જ બંધ થઇ નથી થઇ પરંતુ ત્યાં થતી રામકથાને પણ બંધ કરી દેવામા આવી છે.

તેનાથી સંત મહાત્માઓ અને ઘર્મભીરુ જનતામાં આક્રોશ છે, એક તરફ તો વિકાસ માટે આંવટિત ઘનરાશી કુપ્રબંધનના કારણે સરકાર ખર્ચ નથી કરી શકતી, તો બીજી તરફ વર્ષોથી ચાલી આવતી પરંપરા માત્ર એટલા માટે બંધ કરી દેવામાં આવે કે સરકાર બજેટ આપી નથી શકતી. એ કેટલી દુર્ભાગ્યપૂર્ણ વાત છે. તેમણે કહ્યું કે સરકારની મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિની પરાકષ્ટાનું પરિણામ થઇ રહ્યું છે કે હિન્દુ માન્યતાઓ પર વ્રજઘાત કરી રહી છે, સતત ભગવાન બુદ્ધની પ્રતિમાઓનું ખંડન જારી છે. આજે બહરાઇચ જનપથમાં મિહીંપુરવાના કંજીબાગ સ્થિત બુદ્ધ વિહારમાં ભગવાન બુદ્ધની પ્રતિમાને ક્ષતિગ્રસ્ત કરી દેવામાં આવી.

akhilesh-yadav
આ પ્રકારે 17 ઓગસ્ટે લખનઉમાં અરાજક તત્વો દ્વારા ભગવાન બુદ્ધ અને મહાવીરની પ્રતિમાઓને ક્ષતિગ્રસ્ત કરવામાં આવી હતી, આરોપી હજુ સુધી પકડાયા નથી. પાઠકે કહ્યું કે અખિલેશ સરકારએ ભુલી ગઇ છે કે આ રામલીલાની શરૂઆત સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવના મુખ્યમંત્રિત્વ કાળમાં વર્ષ 2004માં શરૂ થઇ હતી. તેમણે કહ્યું કે, મુસ્લિમ તૃષ્ટિકરણના નામ પર પ્રદેશ સરકાર હમારી બેટી ઉસકા કલ જેવી યોજનાઓ, કબ્રસ્તાનની ઘેરાબંધી સહિત મુસ્લિમો માટેની યોજનાઓને લાગૂ કરવાના પ્રસાર-પ્રચાર કરવામાં કોઇ કસર છોડી નરહી નથી, તો બીજી તરફ શ્રી રામ જે હિન્દુઓની આસ્થાનું પ્રતિક છે અને તેમના નામ પર ચાલી રહેલી રામલીલાના મંચન અને રામકથા માત્ર એટલા માટે બંધ થઇ જાય કે તેને બજેટ નથી મળી શકતું. એ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ વાત છે.

English summary
Addressing to media in Lucknow. capital of Uttar Pradesh BJP state unit president said that SP govt is playing with the emotion of Hindus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X