For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અખિલેશ યાદવના બંગલામાં તોડફોડથી નુકશાન, મળી શકે છે નોટિસ

લોકનિર્માણ વિભાગે યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવના સરકારી બંગલાની જાંચ રિપોર્ટ બુધવારે રાજ્ય સંપત્તિ વિભાગને સોંપી દીધી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

લોકનિર્માણ વિભાગે યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવના સરકારી બંગલાની જાંચ રિપોર્ટ બુધવારે રાજ્ય સંપત્તિ વિભાગને સોંપી દીધી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે અખિલેશ યાદવે બંગલામાં લગભગ 10 લાખ રૂપિયાનું નુકશાન કર્યું છે. એટલા માટે રાજ્ય સંપત્તિ વિભાગ યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવને રિકવરી નોટિસ મોકલવા માટેની તૈયારી કરી રહ્યું છે.

અખિલેશ યાદવના બંગલામાં તોડફોડથી 10 લાખ રૂપિયાનું નુકશાન

અખિલેશ યાદવના બંગલામાં તોડફોડથી 10 લાખ રૂપિયાનું નુકશાન

મીડિયા સૂત્રો અનુસાર બંગલામાં છત, કીચર, બાથરૂમ, અને લોનમાં સૌથી વધારે તોડફોડ કરવામાં આવી છે. કેટલીક જગ્યા પર સીલિંગ તોડીને વીજળીનો સમાન કાઢવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ બંગલાની ઘણી જગ્યાઓ પર ટાઇલ્સ, એસી સ્વીચ બોર્ડ, કિચન સિંક અને ટોટી, બાથરૂમની ટોટીઓ, લેનની ખુરસીઓ, જિમ, સ્પોર્ટ્સ, કોમ્પ્લેક્સ, બેડમીન્ટન કોર્ટ અને સાઇકલ ટ્રેક ખુબ જ ખરાબ રીતે બરબાદ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં બંગલાનો વીડિયો પણ છે.

8 જૂન 2018 દરમિયાન સરકારી બંગલાની ચાવી રાજ્ય સંપત્તિ વિભાગને સોંપવામાં આવી

8 જૂન 2018 દરમિયાન સરકારી બંગલાની ચાવી રાજ્ય સંપત્તિ વિભાગને સોંપવામાં આવી

ધ્યાન આપવા જેવી બાબત છે કે સુપ્રીમકોર્ટના આદેશ પર અખિલેશ યાદવે સરકારી બંગલો ખાલી કર્યો હતો. તેમને 8 જૂન 2018 દરમિયાન સરકારી બંગલાની ચાવી રાજ્ય સંપત્તિ વિભાગને સોંપી હતી. ત્યારપછી બંગલામાં તોડફોડ કરવાની વાત સામે આવી.

રિકવરી નોટિસ આપવાની તૈયારી

રિકવરી નોટિસ આપવાની તૈયારી

જ્યાં એક તરફ રાજ્ય સંપત્તિ વિભાગ યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવને રિકવરી નોટિસ મોકલવા માટેની તૈયારી કરી રહ્યું છે, ત્યાં જ બીજી બાજુ અખિલેશ યાદવ તરફથી કોઈ પણ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું નથી.

English summary
Former Cm Akhilesh Yadav Bungalow Damages Rs 10 Lacs Claimed In Pwd Report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X