For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાધુ-સંતોને પેન્શન આપશે યોગી સરકાર, અખિલેશ બોલ્યા રાવણને પણ આપો

સાધુ-સંતોને પેન્શન આપશે યોગી, અખિલેશ બોલ્યા રાવણને પણ આપો

|
Google Oneindia Gujarati News

લખનઉઃ ઉત્તર પ્રદેશની યોગી સરકાર સાધુ-સંતોને પણ પેન્શન દેવા પર વિચાર કરી રહી છે. આના માટે વૃદ્ધાવસ્તઆ પેન્શન અંતર્ગત 10 લાખ જેટલા સાધુ-સંતોને લાવવાની યોજના છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આ મામલે કટાક્ષ કરતા કહ્યું કે રામલીલામાં ભગવાન રામનો અભિનય કરનારને પણ પેન્શન મળવું જોઈએ. સરકારી ખજાનામાંથી કંઈ બચે તો રાવણને પણ પેન્શન આપવું જોઈએ. કહ્યું કે રામ, લક્ષ્મ, સીતાની સાથે રાવણને પણ પેન્શન આપો.

ભાજપના ધારાસભ્યની ભાષા નિંદનીય

ભાજપના ધારાસભ્યની ભાષા નિંદનીય

ભાજપના ધારાસભ્ય સાધના સિંહે બસપા સુપ્રીમોને લઈ અભદ્ ટિપ્પણી કરી હતી, જે વિષય પર અખિલેશ યાદવે કહ્યું કે બસપા અધ્યક્ષને લઈ ભાજપની મહિલા ધારાસભ્યની ભાષા વખોળવા લાયક છે. ચૂંટણી નજીક છે, ભાજપની ભાષા હજુ નીચલા સ્તરે પડશે. સમાજવાદી પાર્ટી પણ મહિલા ધારાસભ્યની ફરિયાદ કરશે. જે લોકો ભારતની સંસ્કૃતિ વિશે દાવો કરે છે, તેમના દળના લોકો શું બલી રહ્યા છે. મહિલા ધારાસભ્યની ભાષા કેવી થઈ ગઈ છે. અમે પણ ફરિયાદ કરશું કે જુઓ કેવી ભાષા છે ભાજપની. માયાવતીજી માટે લોકો એવી ભાષા વાપરી રહ્યા છે જે ફ્રસ્ટેટ થઈ ગયા છે. હજુ તો ભાષા વધુ ખરાબ થશે.

પ્રવાસી સમ્મેલન પર બોલ્યા અખિલેશ

પ્રવાસી સમ્મેલન પર બોલ્યા અખિલેશ

વારાણસીમાં આયોજિત થઈ રહેલ પ્રવાસી સમ્મેલન પર અખિલેશ યાદવે કહ્યું કે હજુ કેટલાય એનઆરઆઈ આવ્યા છે. હું તેમનું સ્વાગત કરું છું. આશા રાખું છું કે થોડું રોકાણ પણ કરી જશે. આ વખેત કુંભમાં સ્નાન કર્યા બાદ મન બદલે અને કદાચ કંઈક રોકાણ કરે.

જનતા નક્કી કરશે નેતૃત્વ

જનતા નક્કી કરશે નેતૃત્વ

આખિલેશ યાદવે કહ્યું કે નેતૃત્વ ખુદ જનતા નક્કી કરી લે છે. આગામી સમયમાં પણ મહાગઠબંધનના નેતા નક્કી થશે. અમારી પાસે કેટલાય વિકલ્પો છે. ભાજપ સાથે 40 દળ જોડાયેલ છે. હજુ અમે તો 20-22 પક્ષ જ જોડ્યા છે તો ભાજપને એટલી તકલીફ થઈ રહી છે. અમારી પાસે તો ઘણા ચેહરા છે પરંતુ ભાજપ પાસે કોઈ ચહેરો હોય તો જણાવો..

અમેરિકામાં પહેલીવાર સૈનિકો મફતમાં કામ કરી રહ્યા છે અમેરિકામાં પહેલીવાર સૈનિકો મફતમાં કામ કરી રહ્યા છે

English summary
Akhilesh Yadav commented on pension to saints in Lucknow
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X