For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લખીમપુર ખીરી હિંસાના પીડિતોને અખિલેશ યાદવે કરી મુલાકાત, બોલ્યા-ગામોથી ભાજપના ઝંડા ઉતરી ગયા છે

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે લખીમપુર પહોંચીને લખીમપુર હિંસામાં મૃતકોના પરિજનો સાથે મુલાકાત કરી.

|
Google Oneindia Gujarati News

લખનઉઃ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ગઈ રાતે લખીમપુર પહોંચીને લખીમપુર હિંસામાં મૃતકોના પરિજનો સાથે મુલાકાત કરી. અખિલેશ યાદવે કહ્યુ કે અહીં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે જેથી લોકો રેકૉર્ડ કરેલા વીડિયો શેર ન કરી શકે અને લોકો સુધી સત્ય પહોંચી ના શકે. વળી, અખિલેશ યાદવે કહ્યુ કે જ્યારે પણ કોઈ પોલિસ અધિકારી ગૃહ રાજ્ય મંત્રી સામે તપાસ કરશે અને તેની પાસે જશે તો પહેલા તેણે તેને સેલ્યુટ કરવુ પડશે. શું તમે આશા રાખી શકશો કે જે સેલ્યુટ કરશે તે તપાસ કરી શકશે. જે લોકોએ જોયુ છે તે કહી રહ્યા છે કે આશિષ મિશ્રા આ ઘટનામાં શામેલ છે.

akhilesh yadav

મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કર્યા બાદ અખિલેશ યાદવે ભારતીય જનતા પાર્ટી પર જોરદાર હુમલો કર્યો. તેમણે કહ્યુ કે ગામોમાંથી ભાજપના ઝંડા ઉતરી ગયા છે. આ ઘટના બાદ હવે ખેડૂતોમાં એકતા પેદ થઈ ગઈ છે. અખિલેશે લખીમપુરના ફોટા શેર કરીને ટ્વિટર પર લખ્યુ, 'ઉત્તર પ્રદેશના શાસન-પ્રશાસને લખીમપુરના નામજદ આરોપીને સમન મોકલીને ઔપચારિક કાર્યવાહી કરી છે જેનાથી જન આક્રોશ વધી ગયો છે. લખીમપુર હત્યાકાંડ બાદ જે રીતે આખા દેશ, વિશેષ કરીને ઉત્તર પ્રદેશના ખેડૂતો વચ્ચે ભાવનાત્મક એકતા જન્મી છે તે અભૂતપૂર્વ છે. ગામોમાં ભાજપના ઝંડા ઉતરી ગયા છે.'

આ પહેલા અખિલેશ યાદવે કહ્યુ હતુ કે ખેડૂતો પર ગાડી ચડાવી દેવી જ શું પીએમ મોદીનુ જીવંત લોકતંત્ર છે. પ્રધાનમંત્રી મોદી વિદેશ જઈને કહે છે કે ભારતમાં જીવંત લોકતંત્ર છે પરંતુ અહીં ખેડૂતોને કચડવામાં આવી રહ્યા છે. શું આ જ તેમનુ જીવંત લોકતંત્ર છે. લખીમપુરમાં જે કંઈ પણ થયુ તે તાનાશાહીનુ જીવંત ઉદાહરણ છે. ખેડૂતો સાથે લખીમપુરમાં અન્યાય થયો છે, આ સરકાર અહંકારથી ભરેલી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને ગૃહરાજ્ય મંત્રીનુ રાજીનામુ માંગ્યુ હતુ.

English summary
Akhilesh Yadav meet with Lakhimpur victim families.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X