For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સત્તામાં આવ્યા તો ભવ્ય વિષ્ણુ મંદિર બનાવીશુ: અખિલેશ યાદવ

અત્યારસુધીમાં સમાજવાદી પાર્ટી બીજેપી પર આરોપ લગાવતી હતી કે ભારતીય જનતા પાર્ટી મંદિરો પર પોતાની રાજનીતિ કરી રહી છે. પરંતુ હાલમાં જ અખિલેશ યાદવે મંદિર અંગે એક મોટું નિવેદન આપ્યું છે

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

અત્યારસુધીમાં સમાજવાદી પાર્ટી બીજેપી પર આરોપ લગાવતી હતી કે ભારતીય જનતા પાર્ટી મંદિરો પર પોતાની રાજનીતિ કરી રહી છે. પરંતુ હાલમાં જ અખિલેશ યાદવે મંદિર અંગે એક મોટું નિવેદન આપ્યું છે. સપા ચીફ અખિલેશ યાદવે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે જો સમાજવાદી પાર્ટી સત્તામાં આવશે તો તેઓ ભવ્ય વિષ્ણુ મંદિરનું નિર્માણ કરશે. આ મંદિર કંબોડિયાના અંગકોરવાટ મંદિર જેટલું જ ભવ્ય હશે.

વાંચો: માયાવતી સાથે ગઠબંધનમાં કોણ હશે પીએમ પદનું દાવેદાર?

ભગવાન વિષ્ણુનું ભવ્ય મંદિર

ભગવાન વિષ્ણુનું ભવ્ય મંદિર

યુપીના પર્વ સીએમ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે જો અમારી સરકાર આવી તો ભગવાન વિષ્ણુના નામ પર ઈટાવા નજીક 2000 એકડ કરતા પણ વધારે જમીન પર નગર વિકસિત કરવામાં આવશે. અમારી પાસે ચંબલના બીહડોમાં ઘણી જમીનો છે. નગરમાં ભગવાન વિષ્ણુનું ભવ્ય મંદિર હશે. આ મંદિર કંબોડિયાના અંગકોરવાટ મંદિર જેટલું જ ભવ્ય હશે.

રામ મંદિર સાથે જોડાયેલા સવાલો પર કોઈ જવાબ નહીં

રામ મંદિર સાથે જોડાયેલા સવાલો પર કોઈ જવાબ નહીં

ધ્યાન આપવા જેવી બાબત છે કે એક અઠવાડિયા પહેલા જ યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવા માટે બીજો રસ્તો પણ અપનાવવામાં આવી શકે છે. જેના પર ઘણો વિવાદ પણ થયો હતો. ત્યારપછી હવે મંદિર પર અખિલેશ યાદવે નિવેદન આપ્યું છે. અખિલેશ યાદવે રામ મંદિર સાથે જોડાયેલા સવાલો પર કોઈ જવાબ નહીં આપ્યો પરંતુ તેમને જણાવ્યું કે જો તેઓ સત્તા પર આવ્યા તો ભગવાન વિષ્ણુનું એક નગર ચોક્કસ વિકસિત કરવામાં આવશે.

કંબોડિયાના અંગકોરવાટ મંદિર

કંબોડિયાના અંગકોરવાટ મંદિર

આ મંદિર કંબોડિયાના અંગકોરવાટ મંદિર જેટલું જ ભવ્ય હશે, જેનું અધ્યનન કરવા માટે વિશેષજ્ઞોની એક ટીમ કંબોડિયા મોકલવામાં આવશે. આપણે જણાવી દઈએ કે કંબોડિયાનું અંગકોરવાટ મંદિર વિશ્વના સૌથી વિશાલ ધાર્મિક પરિસરમાં આવે છે. તે મૂળ રૂપે ભગવાન વિષ્ણુને સમર્પિત હિન્દૂ મંદિર હતું, જે હવે બૌદ્ધ મંદિરમાં બદલાઈ ચૂક્યું છે.

English summary
Akhilesh Yadav has announced that a grand city named after Lord Vishnu would be developed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X