For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ SIT સમક્ષ હાજર થયા અક્ષય કુમાર કહ્યુ, ‘ફિલ્મી કહાનીની જેમ મનઘડંત છે આરોપ'

બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર આજે બેઅદબી મામલે પંજાબ પોલિસની સ્પેશિયલ ઈન્વેસ્ટિંગેટિંગ ટીમ સામે હાજર થયા.

|
Google Oneindia Gujarati News

બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર આજે બેઅદબી મામલે પંજાબ પોલિસની સ્પેશિયલ ઈન્વેસ્ટિંગેટિંગ ટીમ સામે હાજર થયા. અક્ષય પર ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ વચ્ચે પોતાના મુંબઈના ઘરમાં મધ્યસ્થી કરાવવાનો આરોપ છે. એસઆઈટીએ અક્ષય સાથે લગભગ કલાક સુધી પૂછપરછ કરી. અક્ષયે એસઆઈટૈને કહ્યુ કે આ આરોપ ફિલ્મી કહાનીની જેમ મનઘડંત છે. તેમણે કહ્યુ કે જ્યારે આ મુલાકાતની વાત કહેવામાં આવી રહી છે ત્યારે તે પોતાની ફિલ્મોની શૂટિંગમાં બિઝી હતા.

આ પણ વાંચોઃ Video: મહિલાએ એકસાથે આપ્યો ત્રણ બાળકોને જન્મ, એકદમ નોર્મલ થઈ ડિલિવરીઆ પણ વાંચોઃ Video: મહિલાએ એકસાથે આપ્યો ત્રણ બાળકોને જન્મ, એકદમ નોર્મલ થઈ ડિલિવરી

એસઆઈટી સામે અક્ષય કુમારે આપ્યુ નિવેદન

એસઆઈટી સામે અક્ષય કુમારે આપ્યુ નિવેદન

લગભગ 2 કલાક ચાલેલી પૂછપરછમાં અક્ષય કુમારે એસઆઈટીને જણાવ્યુ કે સુખબીર બાદલ સાથે તેમની પહેલી મુલાકાત 2011માં થઈ હતી, જ્યારે તે વર્લ્ડ કબડ્ડી કપમાં પર્ફોર્મ કરવા માટે પંજાબ આવ્યા હતા. તેમણે કહ્યુ, ‘આ ઉપરાંત મારી તેમની સાથે 2-3 વાર અને સાર્વજનિક કાર્યક્રમોમાં મુલાકાત થઈ પરંતુ પંજાબથી બહાર હું તેમને ક્યારેય મળ્યો નથી. હું તેમને માત્ર એ રીતે જાણુ છુ જેમ બાકી મોટા નેતાઓને જાણુ છુ.'

એ દરમિયાન ફિલ્મોમાં બિઝી, શીખ ધર્મનું ન કરી શકુ અપમાન

એ દરમિયાન ફિલ્મોમાં બિઝી, શીખ ધર્મનું ન કરી શકુ અપમાન

અક્ષયે કહ્યુ કે જે સમયે તેમના ઘરે આ મુલાકાત થવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે તે સમયે તે પોતાની ફિલ્મ ‘ગબ્બર ઈઝ બેક' અને ‘બેબી' ના કામમાં બિઝી હતા. અક્ષયે કહ્યુ કે તે ગુરમીત રામ રહીમના પરિવારને ક્યારેય નથી મળ્યા અને તે તેમને જાણતા પણ નથી. તેમણે જણાવ્યુ કે રામ રહીમ થોડા દિવસો માટે જૂહુમાં તેમની સોસાયટીમાં રહેવા માટે આવ્યા હતા અને આનો પણ ખોટો અર્થ કાઢવામાં આવ્યો હતો. અભિનેતાએ કહ્યુ કે તે અને તેમનો સમગ્ર પરિવાર શ્રી ગુરુ ગ્રંથ સાહિબ અને શીખ ધર્મનું ઘણુ સમ્માન કરે છે.

અક્ષય કુમાર પર છે મધ્યસ્થી કરાવવાનો આરોપ

અક્ષય કુમાર પર છે મધ્યસ્થી કરાવવાનો આરોપ

તેઓ આવા ષડયંત્રમાં શામેલ થવા અંગે વિચારી પણ નથી શકતો. તેમણે આ આરોપોને ખોટા અને મનઘડંત ગણાવ્યા. તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર પર આરોપ છે કે તેમણે ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહની મદદ કરી હતી. તેમણે રામ રહીમ સિંહને માફી અપાવવા માટે મધ્યસ્થીનું કામ કર્યુ હતુ. તેમણે આના માટે સુખબીર સિંહ બાદલ અને અમુક અન્ય લોકો સાથે બેઠક કરી હતી. આ મામલે તેમની પહેલા પ્રકાશ સિંહ બાદલ અને સુખબીર સિંહ બાદલ સાથે ચંદીગઢમાં પૂછપરછ થઈ ચૂકી છે.

આ પણ વાંચોઃ કમલનાથઃ 'ભાજપની મદદ કરનારા વિચારી લે, મારી ઘંટી વધારે ઝીણુ દળે છે'આ પણ વાંચોઃ કમલનાથઃ 'ભાજપની મદદ કરનારા વિચારી લે, મારી ઘંટી વધારે ઝીણુ દળે છે'

English summary
Akshay Kumar Appears Before Punjab Police SIT Team, Says Accusations On Him Are Wrong.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X