
Akshay Tritiya 2022: આજે 'અક્ષય તૃતીયા', ભક્તોએ ગંગામાં લગાવી આસ્થાની ડૂબકી
નવી દિલ્લીઃ આજે સમગ્ર દેશમાં 'અક્ષય તૃતીયા'નુ પર્વ પૂરા જોશ અને શ્રદ્ધા સાથે મનાવવામાં આવી રહ્યો છે. કાશીના ગંગા ઘાટ પર આસ્થાની ડૂબકી લગાવવા માટે સવારથી જ ભક્તોએ ભીડ જમા થઈ ગઈ છે. એવુ માનવામાં આવે છે કે આજના દિવસે જે પણ કામ કરવામાં આવે છે તેનો ક્ષય નથી થતો અને આના કારણે લોકો આજે બધા શુભ અને મંગળ કામો કરવાની કોશિશ કરે છે. આજે વણજોયુ મુહૂર્ત હોય છે અને આના કારણે આજે લગ્ન અને ગૃહ પ્રવેશ જેવા શુભ કામ કરવામાં આવે છે.
ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીને સમર્પિત છે આ દિવસ
આજનો પવિત્ર દિવસ ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીને સમર્પિત છે. માટે આજે સવારથી જ ઘરોમાં ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી માટે પૂજા અર્ચના થઈ રહી છે. આજના દિવસે સોનુ-ચાંદી ખરીદવાની પણ પ્રથા છે. એવુ માનવામાં આવે છે કે સોનુ-ચાંદી મા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે અને તેને ખરીદીને ભક્તગણ તેમના પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કરે છે. એટલુ જ નહિ આજે લગ્ન, મુંડન, ગૃહપ્રવેશ જેવા માંગલિક કાર્યો પણ કરવામાં આવે છે.
દાન જરુર કરો
આજના દિવસે વ્યક્તિએ દાન પણ જરુર કરવુ જોઈએ. આનાથી તેમના કુળનો વિસ્તાર અને પાપોનો નાશ થાય છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુ વૈશાખ મહિનાની 'અક્ષય તૃતીયા'એ જ અવતરિત થયા હતા. તે જ પાલનકર્તા છે, તે ગરીબોની મદદ કરતા હતા માટે આજના દિવસે દાન-પુણ્ય કરવાની પણ પરંપરા છે. જે આજના દિવસે જરુરિયાતમંદોની મદદ કરે છે તે સીધા વિષ્ણુજીના પ્રેમ અને આશિષના ભાગીદાર બને છે.
મા અન્નપૂર્ણાનો જન્મ
એટલુ જ નહિ આજના દિવસે મા અન્નપૂર્ણાનો જન્મ થયો હતો અને આજના દિવસે જ મા ગંગા ધરતી પર અવતરિત થયા હતા, આના કારણે આજના દિવસનુ ખૂબ મહત્વ છે.
અક્ષય તૃતીયા પર પૂજાનુ શુભ મુહૂર્ત
3 મેના રોજ 5.39 AMથી લઈને દિવસના 12:18 PM સુધીનુ છે. આ દરમિયાન કરવામાં આવેલી પૂજા તમને સુખ, શાંતિ અને વૈભવ અપાવશે.