For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Doklam issue : ડોકલામમાં 1800 ચીની સૈનિકોએ ડેરો નાંખ્યો

ડોકલામમાં ચીનના 1800 સૈનિકો ડેરો જમાવીને બેઠા છે તેવી જાણકારી મળતાની સાથે જ ફરી ડોકલામ વિવાદ જીવંત થયો છે. ત્યારે જાણો આ સમાચાર અંગે વધુ જાણકારી.

By Chaitali
|
Google Oneindia Gujarati News

ડોકલામને લઇને પ્રશ્ન હલ થવાનું નામ નથી લેતો. એક વાર ફરી ચીન પોતાના નાપાક ઇરાદા બતાવીને આ વિસ્તાર માટે નજર બગાડી છે. વિવાદિત સ્થળ ડોકલામ પર ચીનના 1600 થી 1800 જેટલા સૈનિકો પોતાનો ડેરો જમાવીને બેઠા છે તેવા સમાચાર આવ્યા છે. અને અહીં તેમણે રસ્તો બનાવાનું કાર્ય પણ શરૂ કર્યું છે. અંગ્રેજી છાપા ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની ખબર મુજબ ચીની સૈનિકોએ બીજી વાર ભૂટાન- તિબ્બત ટ્રાઇજેક્શન પર નજર નાખી છે. અહીંના રસ્તાઓને ઠીક કરવામાં આવી રહ્યું છે અને ચીન અહીં હેલીપેડ પણ બનાવી રહ્યું છે. જો કે 28 ઓગસ્ટે ગતિરોધ સમાપ્તિ વખતે ચીને નક્કી કર્યું હતું તે હાલ જ્યાં આ મામલે ચર્ચાથી નિરાકરણ ના આવે ત્યાં સુધી કંઇ નહીં કરે. પણ હવે ફરી ચીની સૈનિકો અહીં ડેરો જમાવીને બેસી ગયા છે.

India

તેવામાં ભારતના સેના પ્રમુખ બિપિન રાવતે સપ્ટેમ્બરમાં જ કહ્યું હતું કે ચીન વિવાદિત ક્ષેત્રમાં પોતાની તાકાત અજમાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અને આ માટે સૈનિકોને પણ મૂકવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ડોકલામ એક ટ્રાઇ જંક્શન છે. જ્યાં ભારત-ચીન અને ભૂટાનની જમીન સીમા મળે છે અને ભારતનું નાથુલા અહીંથી ખાલી 15 કિલોમીટર દૂર છે. જો કે 1998માં ચીન અને ભૂટાને જે કરાર કર્યા હતા. તે મુજબ નક્કી કરવામાં આવ્યું હતું કે ડોકલામમાં બન્ને દેશો શાંતિ બનાવીને રાખશે. ત્યારે હાલ ચીન વારવાર તેની સેના અહીં મોકલીને શાંતિને ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Doklam
English summary
Alarm bells are sure to ring in the Defence Ministry with the presence of 1600-1800 Chinese troops in the Doklam area near the Bhutan tri-junction.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X